૮ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે: ૮૦૦થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે અપાશે
સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આગામી તા.૧૨ને ગુરૂવારે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમુહલગ્નમાં ૮ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.
આ પ્રસંગ અંગે વિગતો આપવા આજરોજ આગેવાનોએ અબતકની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડ, ફનવર્લ્ડની બાજુમાં, રમેશભાઈ પારેખ ઓપન એર થિયેટર ખાતે યોજાશે. જેમાં દિકરીઓને ૧૦૦થી વધુ આઈટમો કરિયાવર તરીકે આપવામાં આવશે. તા.૧૨નાં રોજ સંતો-મહંતો, દાતાઓનું સન્માન થશે. સવારે ૧૧ કલાકે સંતો-મહંતોના આર્શીવચનનો લાભ મળશે. ૮ ઘોડી ઉપર વરરાજા બેસીને સમારંભમાં આવશે.
આ કાર્યક્રમની વિગતો માણસુરભાઈ વાળા, રાજુભાઈ વાળા, નરૂભાઈ કોટીલા, ભરતભાઈ માંજરીયા, મુળુભાઈ ચાવડા, પ્રકાશભાઈ બસીયા, વિશાલભાઈ ડાવેરા, જયવંતભાઈ વાળા, સત્યેન્દ્રભાઈ ખાચર, મહેન્દ્રભાઈ વાળા, ધમભા માંજરીયા, શિવરાજભાઈ ખાચર, જયરાજભાઈ માંજરીયા, રવિભાઈ ખાચર, રાજેન્દ્રભાઈ જેબલીયા અને હરેશભાઈ બસીયાએ આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.