છેલ્લા ૧૫ વર્ષથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજનાં સમુહ લગ્નનું આયોજન કરી કોમી એકતાનો સંદેશો પ્રસરાવવામાં આવી રહ્યો છે

સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં પંદરમાં સમુહ લગ્ન યોજાયા હતા. જેમાં ૨૬ મુસ્લિમ યુગલ અને ૨૫ હિન્દુ યુગલે તોપવાળી મેલડીમાંના સાનિધ્યમાં પ્રભુતામાં પગલા માંડયા હતા.

IMG 20180422 WA0012 1524384764645

હિન્દુ મુસ્લિમ સમાજના ધર્મગુ‚ઓએ સમુહલગ્નમાં ઉપસ્થિત રહી કોમી એકતાનું પ્રતિકનું ઉદાહરણ પુરુ પાડયું હતું. ખાસ આ સમુહલગ્નનું આયોજન મહેતા માર્કેટમાં કામ કરતા મજુરો અને વેપારીઓ દ્વારા કરવામાં આવે છે અને આ સમુહલગ્ન કોમી એકતાના પ્રતિક સમાનનું સુરેન્દ્રનગરના સર્વોચ્ચ ઉદાહરણ પુરુ પાડે છે.

સુરેન્દ્રનગરમાં આ તોપવાળી મેલડીમાં અને બાલમશાપીર (બાળાપીર)ના સાનિધ્યમાં આ સમુહલગ્ન યોજવામાં આવે છે. સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં મજુરોના નેતા એવા મકરાણીભાઈ જેઠાભાઈ અળજીભાઈ અને આ સમુહલગ્ન સમિતિના સહયોગીઓ એવા પઠાણ સાહેબ અલીમહંમદભાઈ બ્લોચ, મુનાફભાઈ ચૌહાણ અને સુરેન્દ્રનગર મહેતા મારકેટના તમામ મજુરો તમામ વેપારીઓ, ૧૫ વર્ષથી સમુહલગ્નનું આયોજન કરે છે.

IMG 20180422 WA0015 1524384731935

સમુહલગ્નમાં હિન્દુ સમાજના ૨૫ લગ્ન આર્ય સમાજ દ્વારા વિધિવત રીતે કરાવવામાં આવ્યા હતા. જયારે મુસ્લિમ સમાજના દુલ્હા-દુલ્હનનાં નિકાહ માટે સુરેન્દ્રનગર જુમ્મા મસ્જીદના પેશમામ હાજી હનીફબાપુ દ્વારા નિકાહ કરાવવામાં આવ્યા હતા. ત્યારે સમુહલગ્નમાં દિકરીઓને અનેક ચીજ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.