મેઘવાળ સમાજ તેમજ સતવારા સમાજના સમુહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતીઓને મુખ્યમંત્રીએ આશિર્વાદ પાઠવ્યાં
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજ રોજ રાજકોટ ખાતે મેઘરૂષી એજયુકેશન એન્ડ ચેરીટ્રેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મેઘવાળ સમાજના તેમજ સતવારા સમાજના સમુહ લગ્નનોત્સવમાં ઉપસ્થિત રહીને નવયુગલોને ખૂબ સુખી બને તેમજ ઇશ્વર તેમની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી શુભ કામના પાઠવી હતી.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમુહ લગ્નોત્સવએ સમાજના નબળા પરિવારો માટે ખરેખર ખૂબજ આશિર્વાદરૂપ બની રહેલ છે. અને આવા લગ્નોત્સવ સમાજમાં સમરસતાનું વાતાવરણ નિર્માણ કરે છે. સમુહલગ્નના લાભો સમાજે સમજી આ પ્રકારના સમુહલગ્નનું આયોજન કરવુ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. આ તકે સમાજના આગેવાનો દ્વારા સંતો મહંતો દ્વારા મુખ્યમંત્રીનું ફુલહાર પહેરાવી તેમજ મોમેન્ટો આપી સ્વાગત કર્યુ હતું
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવીંદભાઇ પટેલ, અરવીંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ, મ્યુનિસીપલ કમિશ્નર બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,મેઘવાળ સમાજના અગ્રણી રઘુભાઇ સોલંકી તેમજ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં લગ્નાર્થીઓ જોડાયા હતા.