- ભરૂચમાં સુરતવાળી…
- પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા : 20 વિરુદ્ધ ગુનો દાખલ કરી 17ને ઉઠાવી લેવાયા
છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. 8 સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો. હવે 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. જો કે, પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત જ કાબૂમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી લીધી છે. સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સવારના સમયે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. ભરૂચ પોલીસે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે.
તાજેતરમાં સુરત ખાતે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે ગતરાત્રિના ભરૂચ ખાતે પણ પથ્થરમારાની સામે આવી છે. જેમાં 2 લોકોને ઇજાગ્રસ્ત થયા હતા.ભરૂચમાં બે જૂથના ટોળા સામસામે આવ્યા હતા. ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર બાદ મામલો વધારે ગંભીર બન્યો હતો. જેને લઇ બંને ટોળાએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ આ ઘટના બની હતી. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ધાર્મિક તહેવારોને લઇ ઝંડા લગાવવાની તકરારમાં મામલો બીચકતા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ભરૂચ પોલીસ દ્વારા કેટલાક શખ્સોને ડીટેઇન કરવામાં આવ્યા છે.વધુમાં આ બાબતે ભરૂચના એસ.પી. મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે સાંજના 10 વાગ્યાની આસપાસે ઘટના બની હોવાનો કોલ ક્ધટ્રોલરૂમને મળ્યો હતો. જેને લઇ ઘટના સ્થળે ડિવાઇએસપી, બી ડિવીઝન પોલીસ, એસઓજી, એલસીબી અને તમામ પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઇ હતી. જે બાદ ટોળઆને વિખેરવામાં આવ્યા હતા. જે લોકો વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા તે તમામને ડિટેઇન કરવામાં આવ્યા છે. સીસીટીવી અને સ્થાનિકોની મદદ લઇને તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.