પોલીસે બન્ને પક્ષે મળી સાત શખ્સો સામે નોંઘ્યો ગુનો
જુનાગઢ તા. 29 જૂનાગઢની નવી સીવીલ હોસ્પીટલના ગેટ બહાર ગઈકાલે બપોરે ભાલા, લોખંડના પાઇપ અને છરી વડે બે એક બીજા પર હુમલો થતા, હોસ્પિટલ બહાર બઘડાટી બોલી જવા પામી હતી.
જૂનાગઢની જુની આર.ટી.ઓ. ઓફીસ રોડ જુલાઇ કબ્રસ્તાન પાસે રહેતા રફીકભાઇ જુમાભાઇ કટારીયા (ઉ.વ.45) જુનાગઢ સીવીલ હોસ્પીલના ગેટ પાસે રોડ ઉપર લારીએ પાણી પીવા ગયેલ તે વખતે ત્યાં આરોપી રાજા યુસુફભાઇ તથા અરબાઝભાઇ યુસુફભાઇ ભાલા લઇને ઉભા હતા અને બાપુડી, અલ્તાફભાઇ પાસે લોખંડનો પાઇપ હતો તે તમામએ રફીકભાઇને ભુંડી ગાળો કાઢી, રાજા યુસુફભાઇએ રફીકભાઇને ડાબા પળખામાં ભાલાનો એક ઘા મારી તથા અરબાઝએ હાથના ભાગે ભાલા વડે ઇજા કરી, બાપુડી અને ઇબ્રાહીમભાઇએ રફીકભાઇને પાઇપથી મુંઢ માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જ્યારે સામાં પક્ષે શહેરના મુનસી કબ્રસ્તાન પાસે મદનીનગર પાસે રહેતા અરબાઝ યુસુફભાઇ કુરેશી (ઉ.વ.22) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, રફીકભાઇ જુમાભાઇ લોખંડનો પાઇપ લઇ આવી કહેલ કે, તું શું ભારી વાતો કરે છે તેમ કહી અરબાઝ સાથે બોલાચાલી કરી, માથાકુટ કરવા લાગેલ અને હાથમાંનો લોખંડનો પાઇપ અરબાઝને ડાબા પગમાં મારી મુંઢ ઇજા કરેલ અને અરબાઝના મમ્મી વચ્ચે પડતાં તેને પણ પગમાં તથા પેટના ભાગે મુંઢ માર મારેલ અને રફીકભાઇએ ચાકુથી હાબા હાથના બાવડામાં ચરકા મારી તેમજ સમીર તથા મોહસીનએ પણ મુંઢ માર માર્યો હતો.પોલીસે આ મામલે બંને પક્ષની સામસામી ફરિયાદ લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢની નવી સીવીલ હોસ્પીટલના ગેટ બહાર ભાલા, લોખંડના પાઇપ અને છરી વડે દંગલ મચી જતા, હોસ્પિટલ બહાર સનસનાટી પામી જવા પામી હતી.