બદલી સ્થગિત કરવા સાંસદ મોહન ડેલકરની રજૂઆત સફળ
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રુપ સી અને ડીના કર્મચારીઓની બદલીના આદેશો થતા સાંસદ મોહન ડેલકર દ્વારા આ બદલીને સ્થગિત કરવા રજૂઆત કરાઇ હતી જે સંદર્ભે ગ્રુહ રાજયમંત્રીએ આ બાબતની ગંભીર નોંધ લઇ બદલી અટકાવવા તાકિદે કાર્યવાહી કરતા સાંસદ મોહન ડેલકરે ગ્રુપ રાજયમંત્રી જી. કિશન સ્ેકીનો આભાર માન્યો હતો.
દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે ગત તા.૨૨ના રોજ ગ્રુપ સી-ડીના કર્મચારીઓની બદલીના આદેશો કોરોના મહામારી વચ્ચે ન થવા જોઇએ અને જે થયા છે તેને સ્થગિત કરવાની માંગ વહીવટીતંત્ર સમક્ષ કરી હતી અને આ બાબતે કેન્દ્રીય ગ્રુહ રાજયમંત્રી જી.કિશન રેડ્ડીનું ધ્યાન દોર્યુ હતું. ગુહ રાજયમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દિધી છે અને સંબધિત વિભાગનેે યોગ્ય કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. સાથે સાથે ઠોસ નીતિ બનાવવાની પણ નોંધ તેઓએ લીધી છે. અને તે અંગેની જાણકારી દાનહના સાંસદ મોહન ડેલકરને પણ પાઠવી છે. ગૃહ રાજયમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી જે કાર્યવાહી શરૂ કરવામાં આવી તે બદલ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે તેઓનો આભાર વ્યકત કર્યો છે.