પડધરીના બાધી ગામનો ચોકીદારે ૧.૯૦ લાખની મગફળી ચોરી વેચી નાખી
વાંકાનેર : ટેકાના ભાવે ખરીદવામાં આવેલ મગફળી સળગાવી નાખવાના ખતરનાક ખેલ બાદ વાંકાનેર તાલુકામાં સરકારી મગફળી ચોરી વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે જેમાં ચોકીદારે જ રૂ.૧.૯૦ લાખની મગફળી વેચી નાખતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
વાંકાનેર પોલીસ મથકમાં દયાશંકર સુધીરચંદ્ર તપસ્વી જાતે.બ્રામણ ઉ.વ.૪૨ ધંધો.પ્રા.નોકરી રહે.નવી મુંબઇ ન્યુ પનવેલ સેકટર -૧૦ પ્લોટ નં.૨/૩ અભીનવ એપાર્ટ મેન્ટ-૧ વાળાએ ચોકાવનારી ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી મયુરભાઇ મોહનભાઇ રાઠોડ રહે.આણંદપર (બાઘી) તા.પડધરી જી.રાજકોટ વાળો તથા તપાસ મા ખુલે તે વ્યક્તિઓ સામે ૧.૯૦ લાખ રૂપિયાની મગફળી ચોરી બારોબાર વેચી મારવાનો આરોપ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ કેલેક્ષ કંપનીમા નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદ કરાયેલ મગફળી ગુજકોટ દ્વાર કુલ ગુણી નંગ-૩૧૮૯૭ કેલેક્ષ કંપની ની દેખરેખ હેઠળ વાંકાનેર તાલુકા ના ભલગામ ની સીમ મા આવેલ વિહાન ગોડાઉન મા રાખેલ હોય અને આ કામ ના આરોપીની દેખરેખ અને જવાબદારી હેઠળ કંપની દ્વારા રાખવામા આવેલ હતી.
જેમાથી આ કામના આરોપી મયુર રાઠોડે પોતાની જવાબદારી હેઠળ રાખેલ મગફળી ની કુલ ગુણી -૩૧૮૯૭ માથી ૧૨૧ મગફળી ગુણી જેનો વજન ૪૨૩૫ કિલો કિ.રૂ.૧૯૦૫૭૫/-ની ચોરી કરી ગાડી મા ભરી પોતાના અંગત લાભ સારૂ ચોરી કરી લઇ જતા ગુનો કર્યો હોવાનું ફરિયાદમાં જણવાયું છે.
આમ, ટેકાના ભાવની સરકારી મગફળી આગમાં ખાખ થયા બાદ ચોરવાની ઘટના સામે આવતા પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.