રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એકાદ પખવાડીયાથી મગફળી અને કપાસની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ભાવ પણ પ્રમાણમાં સારા મળી રહ્યા હોય ખેડૂતોમાં પણ રાજીપો જોવા મળી રહ્યો છે નવરાત્રિના તહેવાર બાદ તમામ જણસીની આવકમાં વધારો થવાની સંભાવના યાર્ડના સૂત્રો વ્યકત કરી રહ્યા છે. કપાસ અને મગફળી ઉપરાંત સોયાબીન અને લસણની આવક પણ નોંધ પાત્ર થઇ રહી છે.
રોજ મગફળી અને કપાસની ર0 થી રર હજાર મણની આવક ભાવ પણ સારા મળતા ખેડૂતોમાં રાજીપો
રાજકોટ માકેટીંગ યાર્ડના સુત્રોના જણાવ્યાનુસાર આગોતરી વાવણીના કારણે છેલ્લા એકાદ પખવાડીયાથી કપાસ અને મગફળીની આવકમાં ક્રમશ: વધારો થઇ રહ્યો છે. ર0 લિકો મગફળીના ભાવ રૂ. 1ર00 થી 1450 બોલાય રહ્યા છે. જયારે કપાસની પણ રોજ ર0 થી રર હજાર મણ આવક થઇ રહી છે. કપાસના ભાવ રૂ. 1300 થી 1400 ભાવ મળી રહ્યા છે. સારી ગુણવતાના કપાસના ભાવ રૂ. 1500 પણ મળી રહ્યા છે. હાલ આવક અને ભાવ નોંધપાત્ર છે. આગામી નવરાત્રિના તહેવાર બાદ કપાસ અને મગફળી સહિતની તમામ પ્રકારની જણસીની આવકમાં વધારો થશે. આવક વધતા ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
જો કે સરકાર દ્વારા ટેકાના ભાવે પણ કેટલીક જણસીની ખરીદી કરવામાં આવશે. કપાસ અને મગફળી ઉપરાંત સોયાબીનની પણ પ્રતિ દિન 10 થી 1ર હજાર મણ આવક થઇ રહી છે. જયારે લસણની પણ આવકમાં થોડો વધારો થવાના કારણે ભાવ થોડા દબાયા છે. એકાદ સપ્તાહ પૂર્વ લસણના ભાવ રૂ. 1800 થ 1850 સુધી બોલાય રહ્યા હતા. જેમાં થોડો ઘટાડો નોંધાયો છે. હાલ લસણના ભાવ રૂ. 1500 થી 1750 બોલાય રહ્યા છે.
નવરાત્રિના તહેવારપછી માર્કેટીંગ યાર્ડમાં સીઝન શરુ થશે તમામ જણસીની તોતીંગ આવક થવા માંડશે.