ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (ગેટકો) વાપી ના છિરી ખાતે 11 કરોડ થી વધુ ના ખર્ચે નિર્માણ થનાર 66 કે.વી. સબ સ્ટેશનના ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ચલા ખાતે નવા બનનાર ૬૬.કે.વી. ચલા સબ સ્ટેશન માં (1) 11 કે.વી. છિરી ન્યુ (જે.જી.વાય) (2) 11 કે.વી. ગાલા મસાલા (જે.જી.વાય) (3) 11 કે.વી.જે.નાનજી.(ઇન્દ્રટ્રીયલ) (4) 11 કે.વી.જી.અલાઈડ સ્પેર્સ (જી.આઈ.ડી.સી) (5) 11 કે.વી. યમુના (જી.આઈ.ડી.સી) જેટલા 5 ફીડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે
નાણામંત્રી આદરણીય કનુ દેસાઈ એ જણાવ્યું હતું કે દેશની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર, તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યરત ગુજરાત સરકાર અનેકવિધ વિકાસના કાર્યો હાથ ધર્યા છે જેમાં ઉર્જા ક્ષેત્રમાં પણ ગુજરાતનો આગવું યોગદાન છે, નાણાં મંત્રીએ વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉર્જા વિભાગ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે, વાપી છિરી ખાતે નિર્માણ થનાર સબ સ્ટેશનના કારણે અંદાજીત 15 હજાર જેટલા ગ્રાહકોને આનો લાભ મળશે હોવાનું જણાવ્યું હતું
કાર્યક્રમમાં જેટકોના એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, ડી.જી.વી.સી.એલના એમ.ડી. યોગેશ ચૌધરી, ગાંધીનગર ઉર્જા વિભાગના ઓ.એસ.ડી. જે.ડી. તન્ના, પ્રદેશ એસ.સી. મોરચાના કારોબારી સભ્ય વસંત પરમાર, વાપી શહેર પ્રમુખ સતિષ પટેલ, વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ હેમંત પટેલ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ ઉપપ્રમુખ દેવલ દેસાઈ, કારોબારી અધ્યક્ષ મનોજ પટેલ, વાપી નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ મિતેશ જિલ્લા પંચાયત સભ્ય જગદીશ પટેલ, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશ પાંડે, વાપી શહેર મહામંત્રી વિરાજ દિક્ષાણી, દક્ષિણ ગુજરાત સોશિયલ મીડિયા વિભાગના કો-કન્વીનર સત્યન પંડ્યા,વાપી તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સુનીતા તિવારી, વાપી તાલુકા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ અને છિરી ગ્રામ પંચાયતના સભ્ય અરુણા દેસાઈ, વાપી નગરપાલિકાના નગરસેવકો,જેટકોના અધિકારઓ, ડી.જી.વી.એસ.એલના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.