• 100 થી વધુ ખેડુતો 9265 મણ કપાસ વેંચવા પહોચ્યા: ખેડુતને રૂ. 1000 થી 1495 ભાવ મળ્યો

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જણસોની આવકમાં ધીમે ધીમે ઘટાડો નોંધાય રહ્યો છે. મગફળી, કપાસ સહિતના પાકની સિઝન હવે પૂરી થવાની અણી ઉપર હોવાથી જાણસોની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે  બીજી બાજુ ભાવમાં પણ તેજી ન હોવાથી ખેડૂતો હાલની સ્થિતિએ જણસો વેચવાનું માંડી વાળે છે.

IMG 20240130 WA0009 યાર્ડમાં આજે કપાસનો ભાવ ખેડૂતોનો ભાવ ખેડૂતોને 1000થી 1495 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં આજે કપાસની આક 3706 ગુણી એટલે કે 9 હજાર 265 મણ આવક થઈ છે… યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસના મોટા મોટા ઢગલા જોવા મળી રહ્યાં છે.યાર્ડમાં આજે 100થી વધારે ખેડૂતો પોતાનો કપાસનો પાક લઈને પહોચ્યા હતાIMG 20240130 WA0008

જામનગર માર્કેટ યાર્ડમાં લાલ મરચાના ખેડૂતોને અધધ ભાવ મળતા આજે યાર્ડમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જે મરચાના ભાવ ખેડૂતોને 3500 આસપાસ મળી રહ્યાં હતા આજે એ જ મરચાના ભાવ ખેડૂતોને 5 હજારથી પણ વધારે મળતા આજે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાલ સુકા મરચાના પાકે આજે ખેડૂતોને રાજી કરાવી દીધા છે.જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે લાલ સુકા મરચાની આવક 747 ગુણી એટલે કે 1307 મણ આવક થઈ છે. લાલ સુકા મરચાના ભાવ ખેડૂતોને આજે 825 રૂપિયાથી લઈને 5,305 રૂપિયા મળ્યા હતા. આજે યાર્ડમાં 6 ખેડૂતો પોતાનો પાક લઈને પહોંચ્યા હતા. જે ખેડૂતોના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળી હતી.

મરચાની સાથે સાથે અજમાના પણ મળ્યા સારા ભાવIMG 20240130 WA0011

લાલા મરચાની સાથે સાથે આજે માર્કેટ યાર્ડમાં અજમાના પણ સારા એવા ભાવ મળ્યા હતા.. યાર્ડમાં આજે અજમાના ભાવ ખેડૂતોને 2300થી 5105 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે 150થી વધારે ખેડૂતો અજમાનો પાક લઈને પહોંચ્યા હતા. અજમાની આવક યાર્ડમાં આજે 3121 મણ થઈ હતી. અજમાની સાથે સાથે અજમાની ભુસીની આવક યાર્ડમાં 3,825 મણ થઈ છે. ભુસીનો ભાવ ખેડૂતોને 100થી 2815 રૂપિયા મળ્યા હતાં. ડુંગળીના પાકની વાત કરવામાં આવે તો આજે ડુંગળીના એક મણના ભાવ ખેડૂતોને માત્ર 250 રૂપિયા જ મળ્યા હતા. ડુંગળીના એક મણના ભાવ 40થી 250 રૂપિયા જ મળ્યા હતા. આજે યાર્ડમાં ડુંગળીની આવક 738 મણ થઈ હતી અને 25 જેટલા ખેડૂતો ડુંગળીનો પાક લઈને પહોંચ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.