Abtak Media Google News
  • કોંગી કોર્પોરેટર વશરામ સાગઠીયાનો અગ્નિકાંડનો પ્રશ્ર્ન બોર્ડમાં આગ લગાડશે:10 દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે

રાજકોટ મહાનગર પાલિકામાં આવતી કાલે  જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં  ટીઆરપી ઝેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડનો મુદ્દો ગાજે તેવી સંભાવના જણાય રહી છે. ભાજપ અને કોંગ્રેસના 20 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં 40 પ્રશ્નો રજૂ કર્યા છે.એકમાત્ર  વશરામભાઈ સાગઠીયાએ ટીઆરપી ગેમ ઝોનને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી કે કેમ? તે અંગે સવાલ મુક્યો છે.અગ્નિકાંડ મુદ્દે વિપક્ષ બોર્ડમાં આક્રમક રહે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. કોર્પોરેશનમાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળે છે. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેરીજનોને અસર કરતા અલગ અલગ પ્રશ્નો પૂછે છે જેના અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવે છે. આવતીકાલે  મેયર નયનાબેન પેઢડીયા અધ્યક્ષસ્થાને મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના 20 કોર્પોરેટરો 40 પ્રશ્નો રજૂ કર્યા છે. સૌપ્રથમ વોર્ડ નં. 10 ના ભાજપના નગરસેવિકા જ્યોસનાબેન ટીલાળાના પ્રશ્નની ચર્ચા થશે.તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાજકોટને મળતી ગ્રાન્ટ અને છેલ્લા એક વર્ષમાં થયેલા એક્શન પ્લાનના કામો અંગે માહિતી માંગી છે.બીજા ક્રમે કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાનો પ્રશ્ન છે.બોર્ડની વણલખી પરંપરા મુજબ માત્ર એક જ પ્રશ્નની ચર્ચામા પ્રશ્નોત્તરીકાળનો એક કલાકનો સમય વેડફી નાખવામાં આવે છે.આવામાં આ વખતે પણ જ્યોશનાબેન ટીલાળાના ગ્રાન્ટ અને એક્શન પ્લાન લગતા પ્રશ્નોમાં એક કલાક વેડફાઈ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. કોંગી કોર્પોરેટર વશરામ સાગઠીયાએ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા રાજકોટ અગ્નિકાંડને લગતો પ્રશ્ન રજૂ કર્યો છે.જેમાં ટીઆરપી ગેમઝોનને રાજકોટ મહાપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા, ટીપી શાખા ફુડ શાખા અને જગ્યા રોકાણ શાખા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી કે કેમ તે અંગેનું સવાલ પૂછ્યો છે. આ ઉપરાંત તેઓએ પ્રીમોનસુન કામગીરીમાં વોકળા તથા આજી નદીની કામગીરી કરવામાં આવી છે કે કેમ તેનો સવાલ પૂછ્યો છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મચ્છરજન્ય રોગચાળામાં કેટલો વધારો થયો છે તેની માહિતી પણ માંગી છે. સામાન્ય રીતે જનરલ બોર્ડમાં ગમે તેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હોય પરંતુ એક જ પ્રશ્નની ચર્ચા થાય છે. ટીઆરપી ગેમ ઝોનને લગતા વશરામભાઈ સાગઠીયાના પ્રશ્નની ચર્ચા થવાની સંભાવના ખૂબ જ નહિવત છે છતાં વિપક્ષ કોંગ્રેસ અગ્નિકાંડ મામલે બોર્ડ ગજવાના મૂડમાં હાલ દેખાય રહ્યો છે.તેઓએ જ્યારે ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે કયા કયા ફાયર સ્ટેશનમાંથી પાણીના કેટલા ટેન્કરો ગયા હતા કેટલા ડ્રાઇવર અને ફાયર મેન ગયા હતા.ગેમ ઝોનને 260 (2 )મુજબ નોટિસ આપી હતી કે કેમ તેની પણ માહિતી માંગી છે.

જ્યારે ત્રીજા ક્રમે પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરાનો પ્રશ્ન છે તેઓએ છેલ્લા બે માસ દરમિયાન દબાણ હટાવ વિભાગની કામગીરીની માહિતી માંગી છે. જ્યારે ચોથા ક્રમે રહેલા કુસુમબેન ટેકવાણીના પ્રશ્નમાં તેઓએ હાલ શહેરમાં કેટલી ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી છે અને કેટલી સ્કીમો બની રહી છે. કોમ્યુનિટી હોલનું બુકિંગ ઓનલાઇન થાય છે રિફંડ રકમ કેટલા દિવસમાં મળે છે તેની માહિતી માગી છે જ્યારે પાંચમાં  ક્રમે બીપીનભાઈ બેરાનો પ્રશ્ન છે તેઓએ મિલકતમાં નામ ફેર અને નળ કનેક્શનમાં નામ ફેર ની પ્રક્રિયા શું છે તેની માહિતી માંગી છે. રેસકોસ સંકુલમાં કયા કયા પ્રકારની રમત રમતની સુવિધા છે અને કેટલા નાગરિકો એનો લાભ લે છે તેની માહિતી માગી છે. જનરલ બોર્ડમાં કુલ 20 નગર સેવકોએ 40 પ્રશ્નો રજૂ કર્યા હોવાનું જાણવા મળે રહ્યો છે.

છેલ્લા જનરલ બોર્ડમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના કારણે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આવતી કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નાના મવા સર્કલ પાસેના પ્લોટની ફાળવણી રદ કરવા, કોર્પોરેશનની વિવિધ જગ્યાઓ ઉપર સિદ્ધિ ભરતી કે બઢતીથી નિયુક્ત થતા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ અનુસાર પગાર બાંધણી કરતા ઉદભવેલી વિસંગતતાઓ દૂર કરવા, દબાણ હટાવ ઇન્સ્પેક્ટરની નવ જગ્યાનો કાયમી સેટઅપમાં સમાવેશ કરવા, વોર્ડ નં.12માં વાવડને લાગુ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની સગવડતા આપવા, કડિયા નાકાથી નજીકના વિસ્તારમાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા, જનરલ બોર્ડ, સ્ટેન્ડિંગ કમિટી અને ખાસ સમિતિની કાર્યવાહી સંબંધિત નિયમોમાં સુધારો કરવા વોર્ડ નાં. 18 માં સ્વાતિ પાર્ક સાત રસ્તા પર આવેલા ચોકનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ચોક નામકરણ કરવા, વોર્ડ નં.16માં કોઠારીયા મેઈન રોડ પર કેદારનાથ સોસાયટી મેઇન રોડનું ઉકાભાઇ નાનાભાઈ લાવડીયા નામકરણ કરવા તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેરને ફરજમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ રજુ કરવા સહિતની દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.