મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગષ્ટ મહિનામાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરી આંખની ખામીવાળા બાળકોને વીટામીન એનું સીરપ આપવામાં આવે છે.
જયારે આરોગ્ય કેન્દ્ર પરથી 18 વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓ કે જેઓને આંખની ખામી હોય તેઓને વિનામૂલ્યે વીટામીન એની કેપ્સ્યુલ એટલે કે ગોળી આપવામાં આવે છે. ત્યારે જામનગર મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.
જામનગર મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રના પટાંગણમાંથી વીટામીનની ગોળી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. કેન્દ્રના પટાંગણમાંથી ધૂળ ખાતી ૨૦૦૦ ગોળી મળી આવતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.
દવા એક્સ્પાયર થતા બાયોમેડીકલ વેસ્ટમાં નિકાલ કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકાના પટાંગણમાં ધૂળ ખાતી હોય અને દવા વિતરણમાં ઘોર બેદરકારીથી શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે. મુદત વીતી ગયેલી દવાના જથ્થાનો બાયોમેડીકલ વેસ્ટમાં નિકાલ કરવામાં ન આવતા આરોગ્ય શાખાની કામગીરી શંકાના દાયરામાં આવી છે.