પૂ. નર્મદાબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભામાં ૧૨૦૦ ભાવિકોની હાજરી
ઈન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘના ઉપક્રમે નંદવાણા બોર્ડીંગનાં પટાંગણે પૂ. ધીરગૂરૂદેવની નીશ્રામાં ગૂરૂમા પૂ. નર્મદાબાઈ મ.સ.ની ગૂણાનુવાદ સભામાં ૧૨૦૦ ભાવિકોએ હાજરી આપીહતી. પૂ. સુશાંતમૂનિ મ.સા. તથા વિશાળ સંખ્યામાં મહાસતીજી વૃંદ બિરાજીત હતા.
સમગ્ર સંથારા યાત્રાના લાભાર્થી કુંદનબેન નવીનભાઈ દોશી, કેસરબેન નરભેરામ શાહ, જગદીશ અને રેણુ મહેતા, જયંત અને રંજના કામદાર, વીરચંદ પરસોતમ પટેલ પરિવાર હતો. ગૂરૂમાના પૂત્રી રત્ના અને ૬૦ વર્ષના દીક્ષાપર્યાય ધારી પ્રવૃત્તિની પૂ. વનિતાબાઈ મ.સ.એ ગૂમાનો સંદેશ આપતા જણાવેલ કે માનવ જીવનને સફળ બનાવવા સંસ્કાર સમર્પણ સહનશીલતા અને સંયમશીલતા આ ચાર સૂત્રને અપનાવવાથી મહાન લાભ થશે.
પૂ. ધીરગૂરૂદેવે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ધર્મસભાને કહેલ કે ગૂરૂમા નમ્રતાના નંદનવન અને વિસામાના વડલા જેવા હતા. આપ્રસંગે વૈયાવચ્ચ, જીવદયા, અનુકંપાદાનમાં લાખો પીયાનું દાન ભાવિકોએ જાહેર કરેલ જીવદયા કળશનો લાભ પુષ્પાબેન મનુભાઈશાહે લીધેલ.