સૌરાષ્ટ્રમાં મંદિરો -આશ્રમોમાં ગવાયો ગૂરૂમહિમા
પાટડી ઉદાસી આશ્રમ, બગદાણા,વીરપુર, પરબ, ચલાલા, ગધેથડ, દુધરેજ વગેરે સંતોની ભૂમિમા ગુંજી રહી છે ગુરૂભકિત: ગુરૂવંદના-પૂજન, મહાઆરતી, પાદુકા પૂજન, મહાપ્રસાદ સહિતના વિશિષ્ટ કાર્યક્રમો: આજે ચંદ્રગ્રહણ હોય બપોર પછી તમામ મંદિરોના દ્વાર થશે બંધ
અષાઢ સુદ પુનમને ગૂરૂપૂર્ણિમાના આજે પાવનદિને સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં અનેક ધાર્મિક જગ્યાએ ગૂરૂ મહિમા ગવાશે. ગુરૂવંદનાના પવિત્ર દિને પાટડી ઉદાસી આશ્રમ, રાજકોટ ઉપરાંત પોરબંદર, મોરબી, જૂનાગઢના વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજનના વિશિષ્ટ કાર્યક્રમો યોજાશે. બાપા સીતારામના બગદાણામાં, પરબ, વીરપુર, રાજકોટના રણછોડદાસબાપુ આશ્રમ, સ્વામીનારાયણ ગૂરૂકુળ ઢેબર રોડ, સતાધાર, ગધેથડ, દુધરેજ, ચલાલામાં ગૂરૂપુનમના ભવ્ય કાર્યક્રમો આયોજીત થયા છે.
જેમાં આરતી, પાદુકા પૂજન, ચરણ સ્પર્શ, ગૂરૂવંદના મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યો થશે. આજે વહેલી સવારથી જ ગૂરૂદર્શન માટે મંદિરો-આશ્રમોમાં ભીડ જામી છે. બગદાણા-વીરપુરમાં વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડયું છે.
આજે ચંદ્રગ્રહણ પણ હોય જેથી સાંજે ૪ વાગ્યા પહેલા તમામ સ્થળોએ ગૂરૂવંદના કરી લેવામાં આવશે. મંદિરોના દ્વાર ઉપરાંત ચારધામના કપાટ પણ બંધ થશે.રાજકોટના રણછોડદાસ બાપુ આશ્રમે ગૂરૂપૂર્ણિમા નિમિતે વહેલી સવારે મંગળા આરતી, સદગુરૂદેવ ભગવાનનુંં ષોડષોપચાર પૂજન, રામરક્ષા સ્ત્રોત, પ્રાર્થના સ્વાધ્યાય, મનોકામના સંપૂર્તિ યજ્ઞ સહિતના કાર્યક્રમો ઉજવાશે.
વિવિધ શાળા કોલેજોમાં પણ આ દિવસે ગૂરૂવંદના અને ગૂરૂ મહિમાના અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.
ગુરૂ તથા દેવતામાં સમાનતા માટે અકે જ શ્ર્લોક કહેવાયું છે કે જેથી ભકિતની આવશ્યકતા દેવતા માટે હોય છે તેવી ગૂરૂ માટે હોય છે. આ ઉપરાંત સદગુરૂની કૃપાથી ઈશ્ર્વરનો સાક્ષાતકાર પણ સંભવ થાય છે. ગૂરૂની કૃપાના અભાવથી કંઈપણ સંભવ નથી. ગૂરૂના આર્શીવાદ દરેક માટે કલ્યાણકારી તેમજ જ્ઞાનવર્ધક હોય છે. માટે જ આ દિવસે ગૂરૂપૂજન ઉપરાંત ગૂરૂના આર્શીવાદ પ્રાપ્ત કરવા જોઈએ. ગૂરૂની સામે તનમસ્તક થઈ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાનો સર્વોતમ દિવસ એટલે ગુરૂપૂર્ણિમા આ દિવસે ગૂરૂપૂજા કરવાનો નિયમ છે. પ્રાચીન ગૂરૂકુળ વ્યવસ્થામાં શિષ્ય આ દિવસે જ શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના સામર્થ્ય પ્રમાણે ગુરૂને દક્ષિણા પ્રદાન કરી કૃતજ્ઞતાવ્યકત કરતા હતા.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વની સર્વે ભાવિકોને શુભેચ્છા આપતા મેયર બીનાબેન આચાર્ય
મેયર બીનાબેન આચાર્યેએ અબતક સાથે મુલાકાતમાં જણાવ્યું છે કે ગુરુપૂર્ણિમાંના એક મોટા તહેવાર રણછોડદાસબાપા આશ્રમમાં દર્શનનો મોકો મળ્યો છે. ગુરુજીના નાનપણથી જ દર્શનનો લાભ મળતો રહ્યો છે. ગુરુજીની એક જ વાત હતી કે જીવનમાં હકીકત જ એક મુખ્ય છે. માનવસેવા દાન કરવું એ ધર્મ સાથે સંકળાવી સેવા કરવા એક મોટું લક્ષ્ય હતું. આજે ગુરુપૂર્તિમા માટે દિવસે બધાને શુભેચ્છા પાઠવું છું.
આજે રપ૦૦૦ લોકો મહાપ્રસાદ લેશે: પ્રવિણભાઇ વસાણી
પ્રવિણભાઇ વસાણીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ગુરુપૂર્ણિમાંના દિવસે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટના સદગુરુ આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે વિશે વધુ જણાવતા કહું કે ગુરુપૂર્ણિમાની તૈયારી ૧પ દિવસ પહેલાથી જ શરુ કરવામાં આવેલ છે. ત્યારે આજે ૩૦૦ જેટલા સ્વયંસેવકો કાર્ય માટે તત્પર રહે છે. જેમાં ડિશા, સુરત, ઉજા, કચ્છ-ભુજ રાજકોટના ભાવિકો આવેલ છે. વહેલી સવારે સાડાત્રણ વાગ્યાથી જ ભકતોની ભીડ થવા પામી હતી. બપોરે ૨૫૦૦૦ લોકોએ મહાપ્રસાદ લેવાની છે. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એકઠું થયે છે. લોહી રાજકોટ સીવીલ હોસ્પિટલના દર્દીઓને ઉપયોગ માટે અર્પણ કરવામાં આવશે.
આજે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશના એક સાથે દર્શન: કાન્તીભાઇ કતીરા
કાન્તીભાઇ કતીરાએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમા એ ભારતનો પવિત્ર તહેવાર છે. આજે ભગવાનમાં જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના એકસાથે જ દર્શન થાય છે. આજના સમયમાં સંસ્કૃતિ ધાર્મિકતા રોળાઇ રહી છે. ત્યારે આવા ધાર્મિક કાર્યો થાય તથા સારા ગુરુના આશિર્વાદ મળે તો એ સંસ્કૃતિ પાછી આવશે. ભારતમાં આજના દિવસે બે મહતવના કાર્ય છે (૧) ગુરુપૂર્ણિમાં ના દિવસે રણછોડદાસજીના દર્શન અને (ર) ચંદ્રયાન મિશન તથા સાથે સાથે જણાવ્યું હતું કે ગુરુનું મહત્વ જીવનમાં છે. રણછોડદાસ મહારાજ એ પરમ કૃપાળુ દેવ હતા. રણછોડદાસ મહારાજના આશ્રમમાં રાજકોટના અલગ અલગ ઘણા વિસ્તારોમાંથી ભકતો ઉમટયા છે. નાની મોટી ઉમરના તથા વૃઘ્ધો પણ આવ્યા હતા.