ભાવેશ ઉપાધ્યાય, સુરત
સુરતના પાસોદરા ખાતે આવેલા ગ્રીષ્માના ઘરે નવસારી સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પહોંચ્યાં હતાં.તેમની સાથે બારડોલી સાંસદ પ્રભુ વસાવા સહિતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ભાજપના આગેવાનો જોડાયાં હતાં.
ગ્રીષ્ના પિતા અને ભાઈને મળ્યાં હતાં. પરિવારને ઝડપી ન્યાયની ખાતરી આપી હતી. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ગૃહમંત્રીથી લઈને પોલીસને પણ આ કેસમાં ઝડપી ન્યાય મળે તે પ્રકારના પગલાં લેવા સૂચના આપી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ગ્રીષ્માના પિતાએ કહ્યું હતું કે, સી.આર. પાટીલે પરિવારને સાંત્વના આપવાની સાથે સાથે દીકરીને ઝડપથી ન્યાય મળે તે પ્રકારની હૈયાધારણા આપી છે. અમે પણ આશા રાખીએ છીએ કે, ગ્રીષ્મા સાથે થયું તેવું કોઈ સાથે ન થાય અને અમને પણ ઝડપથી ન્યાય મળે. અમે એવો ન્યાય ઈચ્છીએ છીએ કે આરોપીઓ આ પ્રકારનું કૃત્ય કરતાં પહેલાં થથરી ઉઠવા જોઈએ.