ગત વર્ષે ભારતમાં ૨૪ લાખ બાળ યૌન શોષણના બનાવો બન્યાનો ચિંતાજનક અહેવાલ ‘પોકસો’ જેવો કડક કાયદો પણ બાળ યૌન શોષણના બનાવોની સંખ્યા ઘટાડવામાં નિષ્ફળ
વિશ્વભરમાં બાળકો સાથે જાતીય દુર્વ્યવહારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે હાલના ડીજીટલ યુગમાં ઘણા દેશોનું યુવાધન વેડફાઈરહ્યાનું અને આવા બનાવો ભારતમાં ઝડપથી વધી રહ્યાની ચિંતા કોલકતામાં મળેલી આંતરરાષ્ટ્રીય કાર્યકતાઓની એક બેઠકમાં પશ્ચીમ બંગાળની બાળ સુરક્ષા કમિટીના ચેરપર્સન અનન્યા ચક્રવતી એવ્યકત કરીને જણાવ્યું હતુ કે ફિલિપાઈન્સ જેવા દેશોમાં બાળકો સાથે દુર્વ્યવહારનાં કારણે ખૂબ જ ખરાબ અસર થઈ છે. હવે ભારતમાં પણ આવા બનાવો વિકરાળ બની રહ્યાછે. આવા બનાવો મોટા ભાગે દબાઈ જતા હોય તેની ચોકકસ સંખ્યાનો ખ્યાલ આવી શકતો નથી પરંતુ આપણે આ અંગેની વધારે જાણવાની જરૂર છે. જેથી તેને સારી રીતે હલકરરી શકાય.
બે દિવસની આ બેઠકમાં ભાગ લેવા આવેલા વિશ્વભરનાં નિષ્ણાંતોમાના એક ડેવીડ રૂગિરો કે જેઓ ફિલિપાઈન્સના સેબુમાં કાર્ય કરી રહ્યા છે. તેઓ નીચલ સ્તર સુધી કાર્ય કરી રહ્યા છે.તેમને ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતુ કે ડાર્કવેબ પર મોટા પ્રમાણમાં ઓનલાઈન બાળ યૌન શોષણ થાય છે.જે દંતકથા સમાન છે. ડાર્ક વેબમાં કેટલા લોકોએ શેર કર્યું છે કે તેઓ એકબીજાને બાળ યૌન શોષણ અંગેના વિડિયો કે અન્ય સામગ્રી શેર કરે છે. પરંતુ સામાન્ય રીતે અન્યસોશ્યલ મીડીયા પ્લેટફોર્મો પર પણ બાળકોનું જે શોષણ થાય છે. તેમાંથીપણ ડેવલપરોને આવક થતી હોય છે.
સાયબર લોએકસપટ નીતિશ ચંદને જણાવ્યું હતુ કે સાયબર પીસ ફાઉન્ડેશન, ચાઈલ્ડ પોનોગ્રાફીને રોકવાનાપ્રયત્નો કરી રહી છે. સંસ્થાઓમાં રોજ ૧૫ થી ૨૦ કેસો નોંધાઈ છે. ચાઈલ્ડ એમ્યુઝ ની સામગ્રી ખૂબ ગંભીર બાબત છે. અમે કેટલીક એપ્લીકેશનોને બાનમાં લીધી છે. કે જેઓ ઓનલાઈન વિડિયો સ્ટ્રીમીંગને પરવાનગી આપે છે. પરંતુ ભારતમાં આ પ્રકારની પ્રવૃત્તીઓને રોકવા માટે કોઈ વિશેષ કાયદા નથી અને પ્રાયવેસી અંગેનું કોઈ ફેઝવર્ક નથી અન્ય દેશોમાં કેલાક ફેઝવર્ક અને કડક નિયમો છે. ભારતીય લોકો માત્ર બાળ યૌન શોષણના વિડીયો સપ્લાય જ નથી કરતા ઉપરાત ભારત ચાઈલ્ડપોનોગ્રાફી માટે સૌથી વધારે ગ્રાહકો ધરાવતો દેશ પણ છે.
બ્રિટીશ સર્વેમાં સામે આવ્યું હતુ કે મોટા ભાગના ચાઈલ્ડ પોનોગ્રાફીના વિડીયો મોકલનારા તથા મેળવનારાઓનાં ભારતીય ગ્રાહકો વધુ હોવાના તારણ છે. ભારતના એનજીઓ એટલા માટે ચિંતામાં છે કારણ કે દેશમાં ચાઈલ્ડ પોનોગ્રાફીને અટકાવવા નિયમો તો છે પરંતુ તેની અમલવારી માટે દિલ્હી હજૂ દૂર છે.
ચાઈલ્ડએબ્યુઝ અટકાવવા માટે ‘પોકસો’નો કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ હજુ તેમાં કડક નિયમોત પાસકર્તા અને ન્યાય પ્રણાલીમાટે વધારે સરળ ગાઈડ લાઈનની જરૂર છે. બાળકોનું શોષણ અટકાવવા માટે પોકસો મદદરૂપ તો બને છે. પરંતુ તેને આઈટીના નિયમોની આવશ્યકતા પણપડે તેમ પ્રોફેસર નાયરે જણાવ્યું હતુ.
બાળ યૌન શોષણ દિન પ્રતિદિન ગભીર મુદો બની રહ્યો છે. એક અભ્યાસમાં સામે આવ્યું કે વર્ષ ૨૦૧૭માં ૨૪ લાખ બાળ યૌન શોષણના કેસો નોંધાયા હતા અનેઆ સમસ્યાની તીવ્રતા માપી શકાય તેમ નથી. તેમ અમેરિકન કોંગ્રેસ દ્વારા ૧૯૮૪માં બનાવવામાં આવેલી નેશનલ સેન્ટર ફોર મીર્સીઝ એન્ડ એકસપ્લોટેડ ચિલ્ડ્રન નામની સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું છે.