મિત્રથી મિત્રતા બંધાય છે જ્યારે તારી જોડે, સવાલોના જવાબ મળે છે મનના આપમેળે
મિત્ર અને મિત્રતા આ બંને જીવનના સેતુ સમાન તત્વો છે. એવું એટલે કહી શકાય કારણ જીવન નામની ગાડી એક જગ્યાએથી પોતાની સફર ચાલુ કરે છે અને બીજી જગ્યાએ પહોંચવાનો તેનો ઉદ્ેશ્ય છે. મિત્ર એટલે એક વ્યક્તિ જેની સાથે કોઇપણ બીજી વ્યક્તિ પોતાના વિચારો વાતો નિખાલસતા સાથે વ્યક્ત કરી તેને ભૂલી જતા શીખી જાય છે, કારણ તેની પાસેથી તેને પોતાના મનના સવાલો એકદમ સ્પષ્ટ જવાબ સાથે મળી જાય છે. કોઇપણ સમજૂતી જે કદાચ અઘરી લાગે તે મિત્ર સાથે વાત થતાં એકદમ હળવી સમજાય તેવી થઇ જાય. આવું શું કામ થઇ શકે ?
મિત્ર સાથેની વાતમાં મિત્રતા જોડાયેલી છે. મિત્રતા એટલે મિત્રને સમજવાની સ્વીકારવાની અને સાથ આપવા એક ભાવના. જેના દ્વારા બે દોસ્તનું મિલન શક્ય બની શકે છે. મિત્રતા એટલે એક મિત્ર સાથેનો વિશ્ર્વાસ. બંને મિત્રો વચ્ચે આ વિશ્ર્વાસ ત્યારે જ કેળવી શકાય જ્યારે બંનેના મન વાત અને અભિવ્યક્તિ સમાન લાગે અને મનના સવાલોનું નિરાકરણ મળતું જાય ત્યારે આ મિત્રતા વિશ્ર્વાસ ના પાયા સાથે જોડી શકાય. આ પાયો સવાલોથી જવાબ સુધી અને મનદુ:ખથી સુખના સરનામે જિંદગીને પહોંચાડી શકે છે.
આવી જિંદગીની સફરમાં મળતી સંબંધોની એક ખાસ ભેટ એટલે મિત્ર જેમાં મિત્રના મળવાથી માંડીને મિત્રતા જોડાવી અને તેને સાચવી સંબંધોમાં મીઠાશને ભેળવ રાખવી એ જ મિત્રથી મિત્રતા સુધીની અનોખી સફર.
જે જીવનના સેતુ સમાન છે. આ મિત્રતાની સફરને ઉજવતો એક ખાસ પર્વ જે મનુષ્યને મિત્રતા સંબંધ સાથે જોડ તેના જીવનને વધુ શ્રેષ્ઠ બનાવે એટલે ફ્રેન્ડશીપ ડે…!
લેખક-દેવ.એસ. મહેતા