જૈસ એ મહમદને આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી
તાજેતરમાં પાકિસ્તાને કરેલા બેફામ ગોળીબારમાં ભારતીય સૈન્યના કેપ્ટન સહિત ચાર જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ બીજા દિવસે કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેરા કાકપોરા વિસ્તારમાં સ્તિ સૈન્યના કેમ્પ ઉપર મધરાત્રે આતંકી હુમલો થયો છે.
વિગતો મુજબ ગઈકાલે મધરાત્રે કાકપોરા વિસ્તારમાં આવેલા આર્મી કેમ્પ ઉપર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ કેમ્પ રાષ્ટ્રીય રાયફલ કેમ્પ તરીકે ઓળખાય છે. આ કેમ્પ ઉપર આતંકી હુમલાની જવાબદારી જૈસ એ મહમદ દ્વારા સ્વીકારવામાં આવી છે. હાલ તો હુમલામાં સૈન્યને કોઈ નુકસાન યું ન હોવાનું જાણવા મળે છે.
વિગતો મુજબ મધરાત્રે કેટલાક આતંકીઓ ગ્રેનેડ લઈને રાષ્ટ્રીય રાયફલ કેમ્પ ઉપર ત્રાટકયા હતા. આતંકીઓના હુમલાનો ભારતીય સૈનીકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. સામ-સામે ગોળીબાર થયા હતા. જૈસ એ મહમદના આતંકીઓને સકંજામાં લેવા ભરપુર પ્રયાસો કરવામાં આવ્યા છે. પુલવામા સેકટરમાં આવેલા સૈન્યના કેમ્પો પર અવાર-નવાર આતંકી ઓછાયો પડતો હોય છે. અગાઉ પણ આ સેકટર નજીક આવેલા કેમ્પ પર હુમલો થયો હતો.
મધરાત્રે યેલા આતંકી હુમલા પાછળ જૈસ એ મહમદનો સીધો હાથ છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીર પોલીસે બાતમીના આધારે પાકિસ્તાનને ટ્રેન કરેલા આતંકીને પકડી પાડયા હતા. આ આતંકીની પુછપરછ દરમિયાન આતંકી ષડયંત્રના અનેક રાજ ખુલી ગયા છે. મધરાત્રે યેલા હુમલાને પગલે એરીયાને સુરક્ષીત કરવા બંદોબસ્ત ગોઠવાયો છે.