રમજાન મહિનામાં ૧૬મી વખત આતંકી હુમલો ભીડવાળા માર્કેટને નિશાન બનાવાઈ
પવિત્ર રમઝાન મહિનાને ધ્યાનમાં રાખી કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહી અટકાવવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. પરંતુ આ આદેશ વચ્ચે સ્થિતિ વણસી રહી છે. કાશ્મીરના પુલવામાં નજીકના સોપીયામાં ગ્રેનેડ હુમલાી ૨૩ લોકોને ઈજા પહોંચી છે. જયારે સુરક્ષા દળના બે જવાન શહિદ થયા છે.
સોપીયા જિલ્લામાં આતંકીઓએ ગ્રેનેડી હુમલો કર્યો હતો. આતંકવાદીઓ ભીડવાળા માર્કેટને નિશાન બનાવી હતી. આતંકીઓ બ્લાસ્ટ કરી નાસી છૂટયા હતા. સમગ્ર વિસ્તારને હાલ કોર્ડન કરી આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. હુમલામાં ઘવાયેલા ૨૩ લોકોમાં મોટાભાગના નાગરિક છે જયારે ૮ પોલીસ કર્મીઓનો સમાવેશ પણ થાય છે. જેમાંથી ૨ જવાનો શહિદ થયા હોવાનું જાણવા મળે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, રમઝાન મહિનામાં આતંકવાદીઓએ આશરે ૧૬મી વખત ગ્રેનેડ હુમલો કર્યો છે. ચાર દિવસમાં જ ૧૪મી વખત આતંકી હુમલો થયો છે. એક તરફ કાશ્મીરમાં ગ્રેનેડ અને અન્ય હુમલા થઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ સરહદે પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. આ ગોળીબાર આતંકવાદીઓને ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સનિક યુવકો પણ આવા કારસ્તાનમાં આતંકવાદીઓની મદદ કરી રહ્યાં હોવાનું તપાસમાં ખુલ્યું છે.