• આધ્યાત્મીક  સિધ્ધાંતોને અર્વાચિન યુગ સાથે  રજૂ કરી અંધ શ્રધ્ધાને જાકારો આપવાનું  વિરાટ કાર્ય કરી રહેલા
  • રાજકોટ પીપલ્સ કો.ઓપરેટીવ બેંક દ્વારા 30મીએ હેમુગઢવી હોલ ખાતે યોજાશે ‘અભિવાદન સમારોહ’: સન્માન કરવા ઈચ્છુકોને સંપર્ક કરવા અનુરોધ

દુનીયામાં અનેક પ્રતિભાઓ અને તજજ્ઞો વસે છે , કેટલાક તજજ્ઞો એવા છે કે જેમના નામ કરતા કામ મોટા હોય છે આવા જ એક આધ્યાત્મીક તજજ્ઞ અને મહારથી જેમનામા અર્વાચીન સુઝબુઝ , દિર્ઘદ્રષ્ટિ , લક્ષસિદ્ધિ , સુચારૂ વહિવટી જેવા ગુણો ઇશ્વરે આપ્યા છે તેવા  સ્વામી  સચ્ચિદાનંદજી મહારાજને તાજેતરમા ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ ’ ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હોય તેમનુ અભિવાદન કરવા માટેનો જાજરમાન અભિવાદ સમારોહ રાજકોટ પીપલ્સ કો – ઓપરેટીવ બેંક લી . ના સૌજન્યથી અભિવાદન સમારોહ સમિતી દ્વારા કરવામા આવશે, જેમા સૌરાષ્ટ્રના ધર્માનુરાગીઓ અને સંસ્થાઓ જોડાશે.

તા.30/05, સોમવાર ના રોજ સવારે 9 થી 1રના સમય દરમ્યાન , હેમુ ગઢવી હોલ , ટાગોર રોડ , રાજકોટ મુકામે યોજાનાર ” અભિવાદન સમારોહ” મા અણદા બાવા સેવા સંસ્થા જામનગરના મહારાજ દેવીપ્રસાદજી અને જાણીતા તત્વચીંતક ડો.ભદ્રાયુ વચ્છરાજાની સ્વામી સચ્ચિદાનંદજીના ક્રાંતિકારી વિચારધારા વિષે પોતાની આગવી શૈલીમા વકતવ્ય રજુ કરશે.

જ્યારે પ.પૂ. સ્વામી  સચ્ચિદાનંદજી મહારાજને સૌરાષ્ટ્રની જનતા અને સંસ્થા દ્વારા સન્માનીત કરવામા આવશે એવી જાણકારી મળેલ ત્યારે તેમને ખૂબજ હદયપૂર્વક એક વિશેષ અપિલ કરેલ કે “ભલે બધાને સન્માનીત કરવા સહમતિ આપજો પણ ભારત સરકારના ગો ગ્રીન અભિયાનને આગળ ધપાવવા માટે મોટા પુષ્પગુચ્છો ફુલદાનીઓ , ફુલહાર વિગેરે ન લાવીને માત્ર એક ફુલ દ્વારા કરેલ સન્માન અમલ્ય સોગાદ ગણાશે.

પૂજ્ય સ્વામીજીના  ભક્તિ નિકેતન આશ્રમ દ્વારા ત્રણ વૃદ્વાશ્રમ , રાહતના દવાખાના , સદાવ્રત , શિષ્યવૃતિ , વિધવા સહાય , મેડીકલ સહાય , ગરીબ પરિવારોને રોડ સહાય તેમજ (જ્ઞાતિ – જાતિના ભેદભાવ વિના) સ્મશાનમાં લાકડાની સહાય , સેવાભાવી સંસ્થાઓને લાખો કરોડો રૂપિયાનુ (છવ્વીસ કરોડ રૂપિયાથી વધુ )નુ દાન આપીને દરેક સમાજ , સાધુ સંસ્થાઓ , સંપ્રદાયો , પરિવારો અને મંડળોને ” માનવતાથી મોટો કોઇ ધર્મ નથી” , ” સંપ્રદાય મૂકત ધાર્મિકતા”  તથા  એકતા પરમો ધર્મ , વીરતા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરીને સાચી રાહ બતાવી રહ્યા છે અને દરવર્ષે કરોડો રૂપિયાનું દાન પણ આપી રહ્યા છે .

સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ અભિવાદન સમારોહ સમિતિમા ડો.પુરૂષોત્તમ પીપરીયા , સુરેશભાઇ વેકરિયા , શામજીભાઇ ખૂંટ , લાલજીભાઇ માકડિયા , મનોજભાઈ જોષી , પ્રફુલભાઈ પાંભર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવી રહ્યા છે અને તેઓએ અપિલ કરતા જણાવેલ કે સન્માન કરનાર ઇચ્છુક ધમાનુરાગી જનતા અને સંસ્થાઓએ પોતાના નામ તા . ર6/05 સુધીમા રાજકોટ પીપલ્સ કો – ઓપરેટીવ બેંક રાજકોટ ધિ રાજકોટ કોમર્શિયલ કો – ઓપરેટીવ બેંક લી . રાજકોટ ની કોઇપણ શાખામા નોંધાવી શકો અને તા.30/5 ના સન્માન સમારોહમા ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.