કોરોના મહામારીના પગલે શાળાઓ બંધ છે ત્યારે બાળકોને શિક્ષણ સાથે જોડી રાખવા વિવિધ પ્રયાસો શિક્ષણ વિભાગ અને શાળાના શિક્ષકો કરી રહ્યા છે. આવી જ વાત અમરગઢ-1 (ભીંચરી) પ્રાથમિક શાળાના શિક્ષકોએ ‘ફળિયા શિક્ષણ’ ની શરૂઆત કરીને ધો. 1 થી 8 ના પોતાની શાળાના 80 વિઘાર્થીઓને જોડી રાખ્યા છે.
આ શાળાનાં આચાર્ય ત્રિવેણીબેન હાપીલીયા ના માર્ગદર્શન શાળાના પાંચ શિક્ષકોની ટીમ જેની પાસે મોબાઇલ નથી તેવા બાળકોને માટે ‘ફળિયા શિક્ષણ’ ડાયરેક ટુ હોમ શિક્ષણનો નવતર પ્રયોગ હાથ ધરતાં તમામ બાળકો સક્રિય રીતે જોડાયા છે. હાલ બાળકોને ગયા વર્ષના અભ્યાસક્રમ માટે જ્ઞાનસેતુ બ્રિજ કોર્ષ સ્કુલ રેડિનેશ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે.
શાળાના આચાર્ય ત્રિવેણીબેને પોતાની પુત્રીને ખાનગી શાળામાંથી નામ કઢાવીને પોતાની જ સરકારી શાળામાં ધો. 5 માં પ્રવેશ અપાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિવેણીબેન ટંકારાના જીવાપર સરકારીમાં ભણ્યા હતા ને તેજ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી ચુકયા છે. માઇક્રોટીમ્સ, વાડી કે ફળિયા શિક્ષણમાં તમામ બાળકોને આવરી લેવાયા છે.