અધધધ… ૭૨૬૭૭ પરપ્રાંતીય શ્રમિકો અને ૨૯૮૬૪ ગુજરાતી શ્રમિકોને પોતાના વતન પહોંચાડ્યા: જનસેવા કેન્દ્ર ખાતેથી ૭૦૭૯ કાયમી પાસ અને ૬૨૧૫ ટેમ્પરરી પાસ ઈસ્યુ કરાયા: બાંધકામ માટે ૧૬૧૨૪ પાસ ઈસ્યુ કરાયા: મરણોત્તર પ્રસંગ કે અન્ય ઈમરજન્સી વેળાએ તાત્કાલીક અસંખ્ય લોકોને પાસની વ્યવસ્થા કરી અપાઈ
વિશાળ કાર્યક્ષેત્ર અને કામના ભારણના લીધે રહી ગયેલી નાની ક્ષતિઓના કારણે થયેલી ટીકાઓને મચક આપ્યા કે ગણકાર્યા વગર અધિકારીઓએ અડિખમ જુસ્સા સાથે દિવસ-રાત કરેલી કામગીરી કાબીલેદાદ
અચાનક આવી પડેલી કોવિડ-૧૯ મહામારીની આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરાઇ રહી છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાના નેતૃત્વમાં રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવે છે. કલેકટર કચેરીનો સમગ્ર સ્ટાફ દિવસ-રાત જોયા વગર નાગરિકોની મદદ કરવા ખડેપગે હાજર હોય છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાધલ અને મામલતદાર હિતેષ તન્નાની રાહબરીમાં પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. ૧૮ મે સુધીમાં ઉત્તરપ્રદેશમાં ૨૭ ટ્રેઇન મારફતે ૪૨૬૬૯ શ્રમિકો, ૭ ટ્રેઇન મારફતે મધ્ય પ્રદેશના ૧૦૮૧૩ શ્રમિકો, બિહારના ૧૫૭૩૯ શ્રમિકો ૧૦ ટ્રેઇન મારફતે અને ૨(બે) ટ્રેઇન મારફતે ઓરિસ્સાના ૩૪૫૬ શ્રમિકો મળી કૂલ ૪૬ ટ્રેઇન દ્વારા ૭૨૬૭૭ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે.
આ શ્રમિકોને તેમના રહેઠાણના સ્થળેથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા માટે રાજય પરિવહનની બસોની પણ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાઇ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરીની આગેવાનીમાં રાજકોટ શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા માટેની મંજૂરી આપવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે.
પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી :
સિટી સર્વે સુપ્રીન્ટેડેન્ટ આર.જે.ગોંસાઇ કલેકટર કચેરી ખાતે આવતા અરજદારોને આવશ્યક વસ્તુઓ તથા અન્ય પરમિટ માટેની તમામ સવગડો પુરી પાડવામાં વ્યસ્ત છે. ત્રણ શિફટમાં જનસેવા કેન્દ્ર ખાતે ચાર મહિલા કર્મચારીઓના સંગાથે અવિરત આ કામગીરી થઇ રહી છે. ૧૮ મે સુધીમાં કૂલ ૩૦૩૨૦ ઓનલાઇન અરજીઓ આવશ્યક ચીજવસ્તુઓ માટેની મળેલ છે, જે પૈકી ૩૦૦૮૨નો નિકાલ કરાયો છે અને ૨૩૮ અરજીઓ પેન્ડીંગ છે. જયારે ઓફલાઇન મળેલી ૪૭૮૨ અરજીઓને એપૃવ કરી દેવાઇ છે. જનસેવા કેનદ્ર ખાતેથી ૭૦૭૯ કાયમી પાસ અને ૬૨૧૫ ટેમ્પરરી પાસ પણ ઇશ્યુ કરાયા છે. ગુજરાતના શ્રમિકોને તેમના ગુજરાતના જ વતન ખાતે પહોંચાડવા માટે ઇન્ટર સ્ટેટ લેબર ઓફિસર એસ.એ.ભપ્પલ કાર્યરત કરાયા છે. ઓછું ભણેલા મજૂરોને વતન જવા માટે કરવી પડતી તમામ પ્રકારની વહીવટી કામગીરી તેઓ સાથી કર્મચારીઓની મદદથી સુપેરે પાર પાડી રહયા છે. અત્યાર સુધી ભપ્પલે ૭૫ ટકા ઓકયુપન્સીવાળી બસો મારફતે ૨૯૮૬૪ ગુજરાતી શ્રમિકોને છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, ખેડા, સાબરકાંઠા, ભાવનગર વગેરે ખાતેના તેમના વતન પહોંચાડવામાં મદદ કરી છે. સેફટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ વિભાગના ડી.બી.મોણપરા પણ આ કાર્યવાહીમાં સામેલ છે.
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ :
નાયબ મામલતદાર વી.પી.રાદડિયા બાંધકામ સંબંધી મંજૂરીઓ આપવાની કામગીરી કરી રહયા છે. બાંધકામ અંગે વિવિધ એસોસીએશન્સ દ્વારા મળેલી તમામ ૩૧૨૦ અરજીઓનો નિકાલ થઇ ગયો છે અને ૧૬૧૨૪ પાસ ઇશ્યુ કરાયા છે. લોકડાઉન જાહેર થયાના સમયે પોતાના વતન સિવાય અન્યત્ર ફસાઇ ગયેલા અને મેડિકલ કે મૃત્યુ પ્રસંગ જેવી ઇમરજન્સીના સંજોગોમાં સામાન્ય નાગરિકોને એકથી બીજા સ્થળે જવા માટે મામલતદાર અશોક ત્રિવેદી અને શ્રીમતિ આર.જે.ઝાલા બે શિફટમાં નાગરિકોના હમદર્દ બનીને તેમને માર્ગદર્શન આપી રહયા છે.