આરોગ્ય કર્મચારીઓ, ડૉક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વાયરસ (COVID-19)ના દર્દીઓની સેવામાં રાત-દિવસ ખડે પગે ઉભા છે. લોકોને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ તેમની ફરજ કરતા પણ વધુ સમય આપે છે. કલાકો સુધી લોકોની સેવામાં કાર્યરત રહેવા માટે તેમણે PPE કીટ પહેરી રાખવી પડે છે. પરંતુ આખો દિવસ પ્લાસ્ટિકના ગ્લવ્સ અને કીટ પહેરી રાખ્યા બાદ અંદર તેમની પરિસ્થિતિ કેવી થઈ ગઈ હોય છે તે દર્શાવતી એક તસવીર સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે.

આઇએએસ ઑફિસર અવનીશ શરણે તાજેતરમાં જ ટ્વીટર પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર ડૉકટરના હાથની છે. જેણે દસ કલાક બાદ હાથના ગ્લવ્સ કાઢયા છે. સાથે જ કૅપ્શનમાં લખ્યું છે કે, જ્યારે ડયુટીના દસ કલાક પછી એક ડૉક્ટરે પીપીઈ કીટ અને ગ્લવ્સ કાઢયા ત્યારે તેનો હાથ કંઈક આવો દેખાતો હતો. સલામ છે આ ફ્રન્ટલાઈન હીરોઝને. અવનીશના આ ટ્વીટને 46.8k લાઈક્સ મળ્યાં છે.

આ તસવીર પરથી ચોક્કસ કહી શકાય કે, ફ્રન્ટલાઈન વોરિયર્સ – ડૉક્ટર, પૅરામેડિકલ સ્ટાફ વગેરે કોરોના ને માત આપવા માટે કઈ રીતે કામ કરી રહ્યાં છે આ પોસ્ટ જોયા બાદ યુર્ઝસ કોરના હીરોઝને સલામ કરી રહ્યાં છે અને તેમનો આભાર માની રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.