લોકમાન્ય તિલક અને સરદાર પટેલ સ્નાનાગારના તરણવીરોએ જિલ્લાકક્ષાએ સિદ્ધિ હાંસલ કરી
મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક સ્નાનાગાર અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે ચાલતી એકેડમીના તરણવીરો અને ડાઈવિંગ અને વોટર પોલોએ સ્પર્ધામાં ગત મહિનામાં થયેલ જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં ઝળહળતી સફળતા બધા જ એઈઝ ગ્રુપમાં મેળવેલ છે. તમામ એઈઝ ગ્રુપના તરણવીરો રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધામાં કે જે આવતા સપ્તાહમાં રાજકોટ અને સુરત ખાતે યોજાવાની છે. સફળ થયેલા તરણવીરોને મેયર બીનાબેન આચાર્ય, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. તદ ઉપરાંત એકેડમીના કોચ બંકિમ જોષી પ્રતાપભાઈ અઢિયા નિમિષ ભારદ્વાજ, સાગરભાઈ કકકડ, સાવન પરમાર, જય લોઢીયાને પણ સારી કામગીરી બદલ અભિનંદન પાઠવેલ હતા.
આ ઉપરાંત જીગર ઠક્કર જે પેરા ઓલમ્પિક અને ઈન્ટર નેશનલ સ્પર્ધામાં મેડલ લઈ આવી દેશનું નામ રોશન કરેલ છે. કૃણાલ ગોસ્વામી પણ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ છે. ભાર્ગવ વાઢેર જે ડાઈવિંગની સ્કૂલ ગેમ્સ નેશનલમાં મેડલ મેળવેલ છે. કેયુર રાજ્યગુરુ જે રાજકોટમાંથી પહેલીવાર કોચ સ્પર્ધક સીનીયર નેશનલ સ્પર્ધમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ છે.
આ તબકકે સ્વીમીંગ એકેડમીના સંચાલક બંકિમ જોષીએ મહેમાનોને જણાવેલ કે છેલ્લા ૫ વર્ષી આ એકેડમીના તરણ વીરો દર વર્ષે રાજ્ય કક્ષાની હરીફાયમાં ૪૦ થી ૪૫ મેડલ મેળવેલ છે. તેમજ દર વર્ષે ૫ી ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે પસંદથી પામેલ છે.
આ તબક્કે ઉપરના બધા મહાનુભાવોએ બધા જ તરણવીરો તેમજ ડાઈવીંગના ખેલાડીઓ અને વોટ પોલોના ખેલાડીને પણ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ છે.