- ઠંડીની સિઝનમાં ખાવ લીલી હળદર
- લીલી હળદરના છે અદભૂત ફાયદા
- ઘણા રોગનો ઇલાજ છે લીલી હળદર
બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બે પ્રકારની હળદર મળે છે. તો આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે.
ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. તેમજ આંબા હળદર અને લીલી હળદરની છાલ ઉતારી, ઝીણા ટુકડા કરી તેમાં મીઠું અને લીંબુ ઉમેરીને એને કાચની બરણીમાં લાંબો સમય સુધી રાખી શકાય છે. હળદરને ભારતીય મસાલાની શાન તરીકે ઓળખવામાં આવે છે.
લીલી હળદરના ફાયદા
લીલી અને આંબા હળદર ડાયાબિટીસ અને ચામડીના રોગો, રક્તવિકાર, અને લિવરના રોગો, કમળો, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખૂબ જ ફાયદારૂપ સાબિત થાય છે. આ ઉપરાંત આંબા હળદર દેખાવમાં સફેદ રંગની અને લીલી હળદર દેખાવમાં ઘેરા કેસરિયા રંગની હોય છે.
હિમોગ્લોબીન વધારે છે
કાચી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. તેમજ બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોનાં ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જે ખૂબ જ જરૂરી છે.
એનિમિયા જેવા રોગથી બચી શકાય
લીલી હળદર ખાવાથી એનિમિયા જેવા રોગથી બચી શકાય છે. આ ઉપરાંત તેમાંથી મળતું પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે
હળદરમાં રહેલું મુખ્ય તત્વ કરક્યુમિન છે, તેમજ હળદર સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે છે અને રિંકલ્સને ઘટાડી એઇજિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે. તેમજ કેટલીક હદે એ સૂર્યથી થતા ડેમેજથી સ્કિનને રક્ષણ પૂરું પાડે છે.’
ઇમ્યુનિટી વધારે
હળદરમાં રહેલ વિટામિન C ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેમજ લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, તેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.