કાઠિયાવાડી ‘ચા’ના ભારે શોખીન છે મિત્ર ગ્રુપ ભેગુ થાય તો ‘ચા’ની મહેફિલ જામે… ચાય પે ચર્ચા પણ કરે… પણ અત્યારની સ્થિતિમાં કોરોના વાયરસના ભય વચ્ચે ગ્રીન ટીનના કારણે લોકોની રોગ પ્રતિકારક શકિત વધીશકે છે. આપણી લાઈફ સ્ટાઈલ વ્યસનો ટેવ-તાણ વાળી જીંદગીમાં યુવા વર્ગ સાથે એક મોટો વર્ગ શરીર જાળવણી બાબતે જાગૃત થયો છે. રાજકોટની ‘ચા’ને આપણે ‘ચાસુંદી’ પણ કહેવાય કારણ કે બાસુંદી જેવી મીઠી હોય છે. જોકે કોરોના વાયરસથી ગ્રીન ટી રાહત આપી શકે છે.

આજના યુગમાં ગ્રીન ટી ચલણ વધ્યું છે. ત્યારે તેના હજારો ફાયદાઓ છે તે આપણે જાણવા જોઈએ ગ્રીન ટીપીવાનું ફાયદાકારક છે. સૌ પ્રથમ તો ગ્રીન ટી પીવાથી વજન ઓછુ કરવામાં મદદ મલે છે. આંખ નીચેના કાળા કુંડાળા દૂર થાય છે. આ ટીમાં એટીઓકસીડેન્ટ હોવાથી તમારી ચામડીને તંદુરસ્ત રાખે છે.

તમને જાણીને નવઈ લાગશે કેલ, તમારા વાળ ને કાળશ તો બનાવશે પણ તેને ઘટ્ટ બનાવશે. ગ્રીન ટીનાં સેવનથી નવા ચામડીના કોષો નિર્માણ થાય છે. તેમાં રહેલ વિટામીન ‘ઈ’ થી તમારી સ્ક્રીન ડ્રાય હોય તો તે તકલીફમાંથી તમને છૂટકારો મળશે.

કોઈપણ વસ્તુનો અતિરેક શરીરને નુકશાન કરે છે. તેમ આ ગ્રીન ટીમાં ખાંડ નાખીને ન પીવી જમતા પહેલા બે કલાક આ પીવોથી તો તમારા શરીરને ઘણો ફાયદો કરે છે. એક વાતનં ખાસ ધ્યાન રાખવું કે ગ્રીન ટી ખાલી પેટે ન પીવી જો આમ કરશો તો તમને ચકકર આવશે ને એસીડીટી થઈ જશે. દિવસમાં ત્રણ કપથી વધારે ગ્રીન ટી ન પીશો આ ચા નો અતિરેક તમારા શરીરને નુકશાન કરે છે.જો તમે તમારી ફીટનેશ વિશે જાગૃત થવા માંગો છો તો આ ગ્રીન ટીનું સેવન ચાલુ કરી દો છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રીન ટીની લોકપ્રિયતા વધી છે.મુખ્યત્વે આ ચા વજન ઓ કરવા, સ્ક્રીન કવોલીટી સુધારવા, સાથે લાંબો સમય સતત કાર્યદક્ષ કરહેવા, તે લાભકારી છે. તેનો વધુઉપયોગ ટાળવો નહિતર તમને ઉલ્ટી ગેસ જેવી તકલીફો થશે. અમુક કિસ્સામાં ચકકર પણ આવે છે. જમ્યા પછી પણ ગ્રીન ટી પીવી નુકશાનકારક છે. એક વાત છે જો તમે ગ્રીન ટી સો ‘મધ’ મિકસ કરીને પીવો તો વધુ ફાયદો કરે છે આમાં ખાંડ -દુધ મીકસ કરતા નહી.

ઘણા લોકોને ચા પીવાનું પસંદ હોય છે. દુધ વાળી ચા સ્વાદમાં ગમશે પણ શરીરને નુકશાન કરશે. માટે ગ્રીન ટી પીવાનું શરૂ કરીદો. ૨૧મી સદીની બદલતી લાઈફ સ્ટાઈલ અને કામના વધતા દબાણની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચલણ વધ્યું છે.

ગ્રીન ટીનાં ફાયદામાં માનસિક શાંતી મળે છે. આ ‘ટી’માં થેનાઈન તત્વ હોય છે. જેમાં એમીનો એસીડ હોવાથી તમોને તાજગીલાવે છે. થાક દૂર કરે છે. યુવા વર્ગમાં દાંતમાં પાયોરીયા અને કેવીટીની સમસ્યા જોવા મળે છે. ત્યારે ગ્રીન ટીમાં રહેલ કૈફીન કિટાણુને મારીને બેકટેરીયા ઓછા થવાથી દાંત સારા રહે છે. આનાથી તમારૂ બ્લડ પ્રેશર પણ નોર્મલ રહે છે. હૃદયરોગીઓ માટે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તેલ વાળુ ભોજન વધુ લે તા હોય તેને નિયમિત ગ્રીન ટીન પીવી જોઈએ.

ડાયાબીટીસ વાળાને સુગર લેવલ વધી જાય તો ગ્રીનટી શરૂ કરવાથી કંટ્રોલમાં આવી જાય છે. આવા લોકોએ ભોજન પછી ગ્રીન ટી પીવીવધુ લાભદાયક છે. સૂતા પહેલા ગ્રીન ટીનું સેવન ખૂબજ લાભદાયક છે. ગ્રીન ટીમાં એલ.થીન નામનો એમીનો એસીડ તમારા એન્જઝાઈનટીને ઓછુ કરવામાં મદદ કરે છે. જેને કારણે મગજ શાંત રહે અને ઉંઘ પણ સારી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.