નિફટી 278 પોઇન્ટ વધી: મિડકેપમાં લેવાલી, સતત ત્રીજો દિવસ તેજી જોવા મળતા રોકાણકારો ખુશખુશાલ
ભારતીય શેરબજારોમાં આજે ફરી તેજી જોવા મળી રહી છે. બપોરે 3 કલાકે સેન્સેક્સ 950 અંક વધી 51249 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 272 અંક વધી 15191 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, જઇઈં, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ફિનસર્વ 3.78 ટકા વધી 10249.05 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 3.07 ટકા વધી 406.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, એમએન્ડએમ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 1.24 ટકા ઘટી 3899.90 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.12 ટકા ઘટી 7134.15 પર કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 0.69 ટકા ઘટી 853.95 પર કારોબાર કરી રહ્યો છે.
બિજી તરફ યસ બેન્કના શેરહોલ્ડર્સે બેન્કને 10 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી આપી દીધી છે. બેન્કે રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું કે લગભગ 98.78 ટકા વોટ ઈક્વિટી શેર કે બીજા સિક્યોરિટીઝ બહાર પાડવાના પક્ષમાં આપવામાં આવ્યા છે. ઇજઊમાં શેર હલકા વધારા સાથે 16.40 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
સતત પાંચમાં મહિનાના વધારા સાથે સર્વિસ મેનેજિંગ ઈન્ડેક્સ ફેબ્રુઆરીમાં 55.3 પર પહોંચ્યો, આ જાન્યુઆરીમાં 52.8 રહ્યો હતો. ગત વર્ષે ફેબ્રુઆરી પછી અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે છે. ફેબ્રુઆરી 2020માં ઙખઈં 57.5 રહ્યો હતો.
અમેરિકાના બજાર ભલે ગઈકાલે ઘટાડા સાથે બંધ થયા હતા, જોકે વિશ્વભરના અન્ય શેરબજારોમાં ખરીદી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 118 અંક વધી 29527 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 1-1 ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. કોરિયાનો કોસ્પી અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં પણ વધારો છે. આ પહેલા યુરોપના બજાર પણ હલકા વધારા સાથે બંધ થયા હતા.