શિક્ષિકા ઈલાબેન આચાર્ય પાસે કેકટસ, સકયુલેન્ટસ, એકવેટિકસ, બોનસાઈ, એર પ્લાન્ટસ, ફુલોનો વિશાળ સંગ્રહ: ફલાવર શો-૨૦૨૦માં બાગાયત ખાતા દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા બદલ વિશેષ સન્માન કરાયા
શહેરના રાજપુતપરામાં રહેતા ઈલાબેન મુકુલભાઈ આચાર્ય શિક્ષક છે. દેશમાં પર્યાવરણ માટે જાગૃતિ લાવવા માટે આ વર્ષે મહાનગરપાલીકા દ્વારા આયોજીત ૫ દિવસીય ફલાવર શો-૨૦૨૦ , ૨૪ થી ૨૮ જાન્યુઆરીએ રેસકોર્ષ ખાતે જેમાં ઈલાબેને ભાગ લીધેલ હતો. ઈલાબેન પાસે વિવિધ છોડોનો સંગ્રહ છે. તે વિશાળ સંગ્રહમાં કેકટસ, સકયુલેટસ, એકવેટિકસ, બોનસાઈ, એર પ્લાન્ટસ, ફુલો વિગેરેનો સમાવેશ થાય છે. તેમની પાસે દેશ-વિદેશમાં આવા ઘણા છોડો છે. જે રાજકોટ- ગુજરાતના હવામાન માટે પડકારરૂપ છે.
આના અભ્યાસ માટે બોટેનીના વિદ્યાર્થીઓ તેમને ત્યાં આવીને મુલાકાત લે છે. ઈલાબેન રસોડામાંથી શાકભાજી અને ફળનાં છાલ-છીલકામાંથી જે સામાન્ય રીતે આપણે ફંકી દઈએ છીઅ. તેમાંથી તેઓ ખાતર બનાવીને પોતાના બગીચામાં છોડોનાં ઉછેર માટે વાપરે છે. તેઓ બગીચાની માવજત અને બાગની સુશોભન માટેના વર્કશોપ કરે છે. ઈલાબેને ૨૦૧૭ અને ૨૦૧૮ માં પણ મહાનગરપાલીકાએ યોજેલ ફલાવર શો માં પણ ભાગ લીધેલ હતો. ૨૦૧૭ માં મહાનગરપાલીકાએ સ્પર્ધાનું પણ આયોજન કર્યુ હતુ. જેમાં ઈલાબેનને ઘરઆંગણાનાં બગીચાની જાળવણીની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ઉર્તીણ થવાં બદલ રાજયના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અને બીજા ઘણા મહાનુભાવો અને કમીશનર બંછાનિધી પાની અને પાર્ક એન્ડ ગાર્ડનનાં ડાયરેકટર કે.ડી. હાપલીયાની ઉપસ્થિતમાં શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરેલ.