ગીર સોમનાથ જીલ્લાના દરિયાઇ પટ્ટીના ગામડામાં દરિયાઇ પાણીની ખારાશ આગળ વધી રહેલ છે. આ પટ્ટીના ગામડામાં ખારાંશ આગળ વધવાની હજારો હેક્ટર જમીન બંઝર થઇ જતી હતી અને આ લીલીના ઘેર રણમાં ફેરવાઇ જવાની ભીતી હતી તે જે-તે સમયના માજી કેબીનેટ મંત્રી સ્વ.જશુભાઇ બારડ દ્વારા તે વખતે સરકારમાં રજૂઆતો કરેલ હતી ત્યાર બાદ તાલાળા વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા પણ અવાર-નવાર લેખીતમાં રજૂઆતો કરેલ.
તેથી સરકાર દ્વારા આ માંગણી સ્વીકારીને આ કામનું પ્લાન્ટ એસ્ટીમેન્ટ કરાવીને રૂા.101 કરોડના ખર્ચે આ કેનાલનું 40 કિમી આદ્રીથી મુળ દ્વારકા સુધી કામ મંજુર થયેલ છે. આ કામથી ગીર સોમનાથ જીલ્લા 24 ગામોની અંદાજે 2110 હેક્ટરથી વધુ જમીનમાં દરિયાઇ ખારાંશ પ્રવેશતી અટકશે.
કેનાલમાં ભરાયેલ મીઠા પાણીથી સિંચાઇમાં પણ ફાયદો થશે તેમજ કુવામાં પાણીના સ્તર પણ ઉંચા આવશે.