રાજકોટમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાણવણી અને જાગૃતિ લાવવાના ઉપક્રમે એક ગ્રીન સાયકલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લોકોએ રંગેચંગે ભાગ લીધો હતો.
બાળકો અને તેમના વાલીઓની સંયુક્ત રિલે રેસ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહી હતી. આ રેસમાં બાળક અને તેમના વાલીને એક જ સ્પર્ધામાં ભાગ લેવાનો અનેરો મોકો મળ્યો હતો. આ ઉપરાંત ગર્લ્સની અને બોયઝની દોઢ કિલોમીટરની સ્પ્રિન્ટ પ્રકારની રેસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.રિલે રેસમાં હર્ષિલ મકવાણાએ ૧૪.૦૯ મિનિટમાંમાં રેસ પુરી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગર્લ્સની રેસમાં સબરી પટેલે ૨.૫૨ મિનિટમાં રેસ પુરી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત બોયઝ રેસમાં દિવ્યમ ઠક્કરે ૨.૨૨ મિનિટમાં રેસ પુરી કરીને પ્રમ સન મેળવ્યું હતું.
આ રેસના આયોજનને સફળ બનાવવા માટે જ્યોતિ ઘઘડા, બ્રધરહુડ.કોમના ગૌરવભાઈ અને તેમની પુરી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આયોજકોએ ગ્રીન રેસને ઉત્સાહભર્યો આવકાર આપી રેસમાં ભાગ લઈ અવિસ્મરણીય બનાવવા માટે રાજકોટવાસીઓની સરાહના કરી હતી.