બ્રેઈનડેડ મહિલા દર્દીના હૃદયમાં પ્લેક હોવાથી ટ્રાન્સપ્લાન્ટ કરવું જોખમી: કિડની, લીવર અને આંખોને બાય રોડ સિમ્સ હોસ્પિટલ ખાતે પહોંચાડશે
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજે પ્રથમ વખત ગ્રીન કોરિડોર બનાવી બ્રેઈનડેડ મહિલા દર્દીનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું અઘ‚ અભિયાન તબીબોએ ઉપાડયું હતું. તમામ વિભાગનો સહકાર મળતા ગ્રીન કોરિડોર સફળ પણ રહ્યો હતો પરંતુ બ્રેઈનડેડ મહિલા દર્દીના હૃદયમાં ખામી હોવાના હૃદય ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ રહ્યું હતું. હવે લીવર, કિડની અને આંખ જેવા અંગો બાય રોડ સિમ્સ હોસ્પિટલ ખાતે પહોંચાડાશે.
વિજ્ઞાન ઘણુ પ્રગતિ કરી રહ્યું છે. તેમાં પણ ખાસ મેડિકલ ક્ષેત્રની વાત કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રમાં એવા ઘણા આવિસ્કારો થતા હોય છે, જેનાથી લોકોને જે સમસ્યાનો સામનો કરવો પડતો હતો તે નથી થતો. ત્યારે વાત કરવામાં આવે તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને લઈ લોકોમાં ઘણી જાગૃતતા કેળવાઈ છે. રાજકોટ સ્થિત ગોકુલ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ દર્દીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું પરંતુ તબીબી ચકાસણી બાદ વાત સામે આવી કે, દર્દીનાં હૃદયમાં પ્લેક હોવાથી હૃદય ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકે. રાજકોટના રહેવાસી પ્રતિક્ષાબેન અજયભાઈ ઠુંમર કે જેવોની ઉંમર ૪૮ વર્ષની હતી. જેઓને રોડ અકસ્માતમાં ગંભીર ઈજા માથામાં થતા બ્રેઈનડેડનો શિકાર બન્યા હતા. ૧૨ કલાકના પ્રયાસ બાદ નિષ્ણાંત તબીબો દ્વારા જાહેર કરાયું હતું કે, તેઓ બ્રેઈનડેડના શિકાર બન્યા છે. જેથી તેઓ વધુ નહીં જીવી શકે. આ તકે તેમના પરિવારજનોની સહમતીથી આજરોજ વહેલી સવારે ૪ વાગ્યે ઓપરેશન કરી તેઓનું હૃદય, કિડની, લીવર અને આંખ ડોનેટ કરવાનું નકકી કરાયું હતું. જેનું ઓપરેશન આજરોજ ગોકુલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ગ્રીન કોરીડોરનાં મારફતે હૃદયને હવાઈ માર્ગે અહમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે પહોંચાડવાનું હતું, પરંતુ તબીબી પરિક્ષણ બાદ વાત સામે આવી કે પ્રતિક્ષાબેન ઠુંમરનાં હૃદયમાં પ્લેક હોવાના કારણે હૃદય ટ્રાન્સપ્લાન્ટ નહીં કરી શકાઈ, જેથી તેમના બાકીના અંગો એટલે કે કિડની, લીવર અને આંખોને રોડ મારફતે સીમ્સ ખાતે પહોંચાડવામાં આવશે. વાત સામે એ પણ આવે છે કે જો હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવત તો સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર આ ઘટના બની હોત.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને ગ્રીન કોરીડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી હૃદયને નિયત સમયમાં અહમદાવાદ પહોંચાડવામાં આવે. હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અહમદાવાદથી અનેક ડોકટરો આવ્યા હતા. જેમાં ડો.સુરેશ, ડો.વૈભવ, ડો.કૃણાલ પટેલ, ડો.મેઘા, ડો.શ્રીકાંત, ડો.ધીરેન શાહ, ડો.વિપુલ આહિર, ડો.હિરેશ ધોળકિયા, ડો.ઉલ્લાસ પઢીયાર સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.