સામાન્ય બિલ્ડીંગની સરખામણીમાં ‘ગ્રીન બિલ્ડીંગ’ એટલે એવું બિલ્ડીંગ કે જેમાં પાણીનો વપરાશ ઓછો થતો હોય, કુદરતી સ્ત્રોતોનું સંવર્ધન થતું હોય કચરો ઓછો પેદા થતો હોય, વીજળી ઓછી વપરાતી હોય અને તંદુરસ્ત વાતાવરણ પૂરું પડાતું હોય.
ભારત દેશમાં રહેણાંક વિસ્તાર સૌથી વધુ વીજળી વાપરે છે. સતત શહેરીકરણ અને વધતી વસ્તી એ વિજળી ઉત્પાદનનું ભારણ વધારે છે. ઈન્ડિયન બ્યુરો ઓફ એનર્જી એફીસીન્સીએ એનર્જી કન્ઝર્વેશન બિલ્ડીંગ કોડ (ઈસીબીસી) બનાવ્યો છે. ઓફીસ બિલ્ડીંગને પણ ૫-સ્ટાર રેટીંગ આપવામાં આવે છે. બોમ્બેની એક ઓફીસ બિલ્ડીંગનું વીજબીલ દર મહિને ૫૬ લાખ આવતું હતું. તેને ગ્રીન બિલ્ડીંગ કન્સલ્ટન્ટે જરૂરી ફેરફારો કરતા હવે દર મહિને ૩૬ લાખનું વીજબીલ આવે છે. આમ વર્ષે ૨.૪ કરોડની બચત થઈ.
ભારતમાં ૨૦૦૩માં ૨૦,૦૦૦ સ્કવેર ફુટથી શરૂ થયેલી ‘ગ્રીન બિલ્ડીંગ મુવમેન્ટ’ આજે ૩.૮ બિલિયન સ્કવેર ફુટે પહોંચી છે. આજે ભારતમાં ૩૬૫૭ ગ્રીન બિલ્ડીંગ છે. હવે બધા પ્રકારનાં બિલ્ડીંગ ‘ગ્રીન બિલ્ડીંગ’ બની શકે છે. જેમ કે આઈટી પાર્ક, ઓફીસ, રેસિડેન્શિયલ, બેંક, એરપોર્ટ, શાળા, કોલેજ, હોસ્પિટલ, હોટેલ, ફેકટરી, સ્પેશીયલ ઈકોનોમિક ઝોન, ટાઉનશીપ, મેટ્રો વગેરે.
આવનારા દિવસોમાં નાના શહેરો પણ સંપૂર્ણ ‘ગ્રીન શહેરો’ તરીકે ઓળખાય તો નવાઈ નહીં કે જેમાં ઓછી વીજળી, ઓછું પાણી વપરાતું હોય, ઓકસીજન અને હવા-ઉજાસથી ભરપુર હોય, ઈન્ડોર એર કવોલીટી સારી હોય. આજકાલના ઘણા રેસીડેન્શીયલ તથા કોમર્શીયલ બિલ્ડીંગમાં એલીવેશન-બાહ્ય દેખાવના કારણે અંદર પુરતો ઓકસીજન ન મળતો નથી. અમુક બિલ્ડીંગના રીસેપ્શન એરિયામાં જતા જ શ્વાસ રુંધાય જતો હોય એવું લાગે છે. એર-સકર્યુલેશન પણ જરાય હોતું નથી. માનવ મગજનો ખોરાક ઓકસીજન છે. તે ન મળતા હયુમન પ્રોડકટીવીટી ખુબ જ ઘટી જતી હોય છે.
આપણો અનુભવ હશે જ કે જયારે આપણે મુવી જોઈને થીયેટરની બહાર નીકળીએ ત્યારે માથુ ભારે લાગે છે. કારણકે અમુક એસી ફકત અંદરની હવા જ ઠંડી કરે છે. બહારથી ઓકસીજન અંદર લાવતું નથી. આમ, મુવી દરમિયાન ઉચ્છશ્વાસથી ભેગા થયેલા કાર્બન ડાયોકસાઈડથી આપણું માથું ભારે થઈ જાય છે. હવેની નવી ગ્રીન બિલ્ડીંગ સિસ્ટમમાં એવા એસી મુકાય છે કે જેમાં બહારથી ઓકિસજન અંદર આવતો હોય. હા અંદરનું તાપમાન એકદમ ઠંડુ ન રહે પણ ઓકસીજનયુકત હવાથી મન ફ્રેશ રહેશે. નિરાશા, હતાશા કે નબળાં વિચાર ઓછા આવશે.
મલ્ટીસ્ટોરી બિલ્ડીંગના પ્રથમ કે બીજા બેઝમેન્ટમાં સુર્ય-પ્રકાશ અને એર-સકર્યુલેશન સાવ ઓછું હોય છે. હવેની નવી ગ્રીન બિલ્ડીંગ પ્રણાલીમાં ‘સન-પાઈપ’ કે જેમાં ટોટલ ઈન્ટરનલ રીફલેકશનથી સુર્યપ્રકાશ બેઝમેન્ટ સુધી જાય છે. એલઈડી જેવું જ લાઈટ આપે છે અને એર-સકર્યુલેશન માટે વિન્ડ-પાઈપ મુકવામાં આવે છે. પરીણામે વીજબીલ ઘટશે.
વરસાદના પાણીને અંડરગ્રાઉન્ડ ટાંકામાં સાચવવાથી, રેઈનવોટર હારવેસ્ટિંગથી પાણીના સ્તર ઉંચા આવશે. અત્યારે આપણે સૌ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છીએ તે ગ્લોબલ વોમિર્ંગ છે. અવિવેક પણે ઉપયોગ કરેલાં આપણા કિંમતી કુદરતી સ્ત્રોતના કારણે, પછી તે હવા હોય, પાણી હોય કે જમીન.
પબ્લિક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ, થ્રી લેવલ વોટર યુસેજ સીસ્ટમ, રેઈનવોટર હારવેસ્ટિંગ, બોર-રીચાર્જ વગેરેથી આપણી ભાવી પેઢીને આપણે એક રહેવાયુકત વાતાવરણ આપી શકીશું. દિલ્હીમાં બાળકોનાં ફેફસાનો સર્વે કરતા ફેફસાની કાર્યક્ષમતા ફકત ૫૦% જ હતી. ગ્રીન બિલ્ડીંગ પ્રણાલીમાં દિવાલ અને ગ્લાસ રેશીયો ૬૦-૪૦ હોય છે એટલે કે દિવાલનો હિસ્સો ૬૦% અને ગ્લાસ ૪૦% હોય છે. ગ્લાસનું પ્રમાણ વધવાથી બિલ્ડીંગની અંદરની ગરમી વધે છે. જેને ‘હીટ આઈલેન્ડ ઈફેકટ’ કહે છે. પરીણામે વીજબીલ વધે છે.
બબલ્સવાળા નળ વાપરવાથી પાણીનો વપરાશ અડધો ઘટી જાય છે. બબલ્સથી પાણીની સપાટી બમણી થઈ જાય છે. કાર્યશ્રમતા બમણી થઈ જાય છે. પરીણામે ઓછા પાણીની જરુંર પડે છે. હવે વોટરલેસ યુરીનલ પણ બજારમાં ઉપલબ્ધ છે. નહાવાનું પાણી ટોઈલેટ-ફલશમાં અને ટોઈલેટનું વેસ્ટ પાણી ગાર્ડનમાં પીવડાવવાથી ૪૦% વોટર-યુસેજ ઘટી જાય છે. ટુંક સમયમાં બધે ‘વોટરમીટર’ જોવા મળે તો નવાઈ નહીં.
વધેલા શાકભાજી, રસોઈ અને ભીના કચરાને એક ડબ્બામાં સડવા દઈ બનતા ઓર્ગેનીક ખાતરને ગાર્ડનના છોડમાં વાપરી શકાય. જુના મટીરીયલ્સને વાપરવાથી ગ્રીન બિલ્ડીંગને વધુ પોઈન્ટસ મળે છે. ગોલ્ડ, સિલ્વર, પ્લેટીનમ, ડાયમંડ વગેરે રેટીંગ કેટેગરી હોય છે. બિલડીંગ છત પર સોલાર પેનલનો ઉપયોગ પાણી ગરમ કરવા અને વીજ ઉત્પાદન કરવા થાય છે. બિલ્ડીંગ છત પર ગાર્ડનીંગ કરવાથી પણ બિલ્ડીંગ ઠંડુ રહે છે. વીજબીલ ઓછુ આવે છે.
પહેલા કેપિટલ ઈન્ટેન્સીવ લાગે પણ લાંબે ગાળે સસ્તું થાય છે. ભવિષ્યમાં ગ્રે-વોટર રીસાઈકલીંગ અને રેઈન વોટર હારવેસ્ટિંગ ફરજીયાત બને તો નવાઈ નહીં. ઘણા શહેરોમાં થઈ ચુકયું છે.બિન-ઝેરી પેઈન્ટસ વાપરવાથી પર્યાવરણને અને આપણા શરીરનું રક્ષણ થાય છે. ભૌગોલિકતાને આધારે બિલ્ડીંગ ઓરીએન્ટેશન અલગ-અલગ હોય છે. જેમ કે દિલ્હીમાં સુર્યકિરણો મધ્યપ્રદેશ કરતા ત્રાંસા પડે છે. આથી મધ્યપ્રદેશના બિલ્ડીંગના નોર્થસાઈડમાં બારી મોટી રાખી શકાય પણ દિલ્હીમાં નોર્થસાઈડમાં બારી નાની રાખવી પડે. કારણકે સુર્યપ્રકાશ સૌથી વધુ તે બાજુથી આવતો હોય. આમ, કરવાથી બિલ્ડીંગ ૩ થી ૪ ડીગ્રી જેટલું ઓછું ગરમ થશે.
કપડા બને તેટલા પાતળા પહેરવાથી વીજબીલ ઓછું આવશે. જાપાનના પ્રધાનમંત્રીને જયારથી ખબર પડી ત્યારથી તેમણે સુટ-બુટ-ટાઈને સ્થાને સાદા પેન્ટ-શર્ટ-પહેરતા વીજબીલ ઓછું આવે છે. પાવર-ભારણ ઘટાડી શકાય. ૨૦૬૦ સુધીમાં વિશ્વની ૫૦% વસ્તી શહેરોમાં વસ્તી હશે. આમ, ગીફટમાં મળેલ કુદરતને કુદરતને પરત આપવાનો અમુલ્ય આનંદ…એજ સહ.