મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવે છે.
વોર્ડ નં.1માં ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપ, વોર્ડ નં.10માં ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ, અને વોર્ડ નં.10માં શહિર ભગતસિંહ ટાઉનશીપ, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટીફીકેટ આપવામાં આવ્યું, છે તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે બિલ્ડીંગ ડીઝાઈનના ફીચર્સમાં ટેકનીકલ ફેરફાર કરીને ઘરના અંદરનું તાપમાન કોઈપણ સિઝનમાં 25 થી 31 ડીગ્રી વચ્ચે રહે તે મુજબ સ્થાનિકે કામગીરી કરાવવામાં આવેલ છે. જેમાં કેવીટી વોલ (પોલાણવાળી દિવાલ), ઓપનેબલ બારી-દરવાજાની વ્યવસ્થા, વેન્ટીલેશન શાફ્ટ વિગેરે સામેલ છે. તેમજ ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સિપલ્સને ધ્યાને રાખીને ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર પીવી સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વિગેરેની સુવિધા આપવામાં આવેલ છે તેમજ ચણતર માટે અઅઈ બ્લોકસનો ઉપયોગ કરવામાં આવેલ છે.