વીમા એજેન્ટોને નિર્ધારિત કરેલી મર્યાદા કરતા વધુ કમિશન આપતી વીમા કંપનીઓ આવકવેરા વિભાગની રડારમાં !!!
વીમા લેતા અને લેવડાવવાળા ઉપર હવે જોખમ ખૂબ વધી ગયું છે. જ નહીં આ તમામ વીમા કંપનીઓ દ્વારા જે નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે તેના ઉપર આવકવેરા વિભાગની બાજ નજર હોવાનું પણ સામે આવ્યું છે માત્ર આવકવેરા વિભાગ જ નહીં પરંતુ જીએસટી વિભાગ પણ હાલ આ કાર્યમાં જોડાયું છે. કરચોરી કરતી અનેક કંપનીઓ ઉપર આવકવેરા વિભાગ બાજ નજર રાખી રહ્યું છે.
12,000 કરોડના નાણાકીય લેવડ દેવડ કે જે વીમા કંપની દ્વારા કરવામાં આવેલી છે અને જેમાં કમિશન એજન્ટ જોડાયા છે વીમા કંપનીઓ હાલ આવકવેરા વિભાગની નજર હેઠળ આવી ગઈ છે. હવે વીમા લેતી કંપનીઓ ઉપર આવકવેરા વિભાગની સાથો સાથ જીએસટી વિભાગ પણ બાજ નજર રાખીને બેઠું છે ને કરવામાં આવતા દરેક નાણાકીય વ્યવહારો ઉપર પણ હાલ તવાઈ બોલાવવામાં આવશે.
12,000 કરોડના જે નાણાકીય વ્યવહારો થયા તેમાં સૌથી મોટી વાત એ છે કે જે નિર્ધારિત કરેલી કમિશનની રકમ છે તેનાથી વધુ રકમ ઇન્સ્યોરન્સ કંપનીએ એંજન્ટોને આપી છે. ગત નવેમ્બર માસમાં એક ડજનથી વધુ ઇન્સ્યોરન્સ કંપની કે જે પોતાના એજન્ટોને વધુ કમિશન ચૂકવે છે તે બાદ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં વીમા કંપની દ્વારા જે કમિશન ચૂકવવામાં આવતું તે બીજા હેડ હેઠળ લાદવામાં આવતું હતું જેથી ટેક્સમાંથી બચી શકાય એટલું જ નહીં લાઈફ અને નોન લાઈફ ઇન્સ્યોરન્સ ને પણ આ કંપનીઓએ ટાર્ગેટ કર્યા હતા અને ખોટા બોગસ ખર્ચ પણ દેખાડ્યા હતા.
તમામ મુદ્દાઓ ઉપર આવકવેરા વિભાગની નજર પડતા જ સર ચોપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે હવે આ પ્રકારની અન્ય કંપનીઓ ઉપર પણ વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં. તમામ આવકવેરા વિભાગની કંપનીઓ ઉપર જે કાર્યવાહી ચાલી રહી છે તે બાદ તે તમામના જવાબ પણ લેવામાં આવશે અને આ તમામ કંપનીઓ ઉપર આકરા પગલા લેવામાં આવે તો નવાઈ નહીં. તેરી તરફ જે વીમો લેનારી પેઢી છે તેને પણ હવે સાવચેત રહેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. કારણકે હવે આવકવેરા વિભાગની સાથો સાથ જીએસટી વિભાગ પણ આ તમામ વીમા કંપનીઓ ના નાણાકીય વ્યવહારો ઉપર બાજ નજર રાખી રહી છે અને કહી શકાય કે હવે આ તમામ કંપનીઓ આવકવેરા વિભાગની રડારમાં પણ આવી ગયેલી છે.