રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્ર્વીનભાઇ મોલીયા પદાધિકારીઓ તેમજ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડની નિયુકિત થતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ પ્રમુખ ધનસુખભાઇ વોરા, સહમંત્રી ઇશ્ર્વરભાઇ બ્રાંભોલીયા તથા સહખજાનચી વસંતભાઇ લીંબાસીયા દ્વારા રુબરુ મુલાકાત લઇ અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ તકુ ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા નવનિયુકત મેયર સમક્ષ લક્ષ્મીનગર મેઇન રોડ ઉપરના રેલવેના અંડરબ્રીજ અંગે લેવાયેલ નિર્ણય મુજબ આ નાળાને પહોળુ કરીને રસ્તાને પહોળો કરવાનો હોય તે અંગેની કાર્યવાહી સત્વરે શરુ કરવા રજુઆત કરાઇ હતી. તેમજ રાજકોટમાં ટ્રાફીકની સમસ્યા ગંભીર સ્વરુપ ધારણ કરી છે. આવા સંજોગોમાં કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ આર.ટી.ઓ. ના અધિકારીઓ તથા જુદા જુદા સ્તરના એન.જી.ઓ. વગેરે સાથે આ પ્રશ્ર્ને ચર્ચા વિચારણા કરવા તથા પ્રશ્ર્નો ગંભીરતાપૂર્વક ઉકેલ લાવવા મીટીંગનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉ૫રાંત રાજકોટના વિસ્તારમાં પ્રદુષણમાં થયેલ વધારા અંગે સુચનો કરતા જણાવેલ કે વૈશ્ર્વીક કક્ષાએ પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણને અટકાવવા પ્રયત્નો થઇ રહ્યા છે. આ અનુસંધાને આપણા શહેરમાં પણ પેટ્રોલ ડીઝલના વાહનોને અટકાવવા ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવાની યોજનાઓ કરવી જરુરી છે.
તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઇન્ચાર્જ માનદ મંત્રી ઇશ્ર્વરભાઇ બ્રાંભોલીયા દ્રારા જણાવવામાં આવ્યું હતું.