એસ.જી.એસ.ટી. અધિકારીઓ ગ્રેટર રાજકોટ ચેમ્બર અને રાજકોટ જી.એસ.ટી.બાર એસોસીએશન કારોબારી સભ્યોની સાથે વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્નો પર વિચાર વિમર્શ
વેપારીઓને જીએસટી નોંધણી નંબરની અરજી કરવામાં પડતી મુશ્કેલીઓ ઉપરાંત જીએસટી એએસએમટી-11માં જવાબ આપવા છતાં કરદાતાઓને
એએસએમટી-12 ઈશ્યુ કરીને મુદ્દો બંધ કરવા બાબતે જાણ કરવામાં ન આવતી હોવા સહિતિંના અનેક મુદ્દે રજુઆત: અધિકારીઓએ હકારાત્મક વલણ દાખવ્યું
ગ્રેટર રાજકોટ ચેમ્બર અને ઓફ કોમર્સ એન્ડ રાજકોટ જીએસટી બાર એસોસીએશન દ્વારા એસજીએસટી ને લગતા પ્રશ્નો અંગે એસજીએસટી ના અધિકારીઓ સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. થોડા સમય પહેલા એક ઓપન હાઉસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ અનિવાર્ય કારણોસર તે આયોજન શક્ય બન્યું ન હતું તેથી એસજીએસટીના જોઈન્ટ કમિશનર રીધેશ રાવલે રસ લઈને ગ્રેટર ચેમ્બર અને રાજકોટ બાર ને પ્રશ્નોની રજુઆત કરવા માટે આ મીટીંગનું આયોજન કરવા આમંત્રણ આપેલ હતુ. આ મીટીંગમાં એસજીએસટી જોઈન્ટ કમિશનર રીધેશ રાવલ તથા ડેપ્યુટી કમિશનર સ્વામી અને ઝંકાર તથા આસિસ્ટન્ટ કમિશ્નર કે.પી. કનેસરા બી.એસ. સુરાતીયા એ.આર. જંકાન્સ, જયદીપ ગઢવી, એસ.એમ. દરજી, સી.વી. સીરૂમ, આર.કે. મુનયિા, એસ.બી. વાસવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રાજીવ દોશીએ વેપારઉદ્યોગને લગતા પ્રશ્નોની રજુઆત કરી હતી. રાજકોટ જીએસટી બાર એસો. ના પ્રમુખ જતીનભાઈ ભટ્ટે પણ વેપારીઓને પડતી પ્રેક્ટીકલ મુશ્કેલીઓ અંગે રજુઆત કરી હતી.
આ મીટીંગની શરૂઆતમાં એસજીએસટી જોઈન્ટ કમિશનર રીધેશ રાવલ દ્વારા ગુજરાત રાજ્યમાં બીલીંગ પ્રવૃત્તિને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વેરાકીય આવકમાં થયેલ નુકશાનથી વાકેફ કરવામાં આવેલ હતા.
આ મીટીંગમાં જીઆરસીસીાઅઈ અને રાજકોટ જીએસટી બાર એસો. દ્વારા વેપાર ઉદ્યોગને અસર કરતા જીએસટી ના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા અને તે પ્રશ્નોનો એસજીએસટી અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યા હતા. આ મીટીંગમાં જીઆરસીસીઆઈ વતી રાજીવ દોશી દ્વારા વેપારીઓને જીએસટી નોંધણી નંબરની અરજી કરવામાં પડતી મુશ્કેલીઓ ની રજુઆત કરવામાં આવી હતી . જેમાં અધિકારીઓ દ્વારા GST Portal દર્શાવેલ ના હોય તેવા પુરાવા આપવાની નોટીસો આપવામાં આવે છે . દા.ત. નોંધણી માટે અરજી કરનાર વ્યક્તિ ભાડાની જગ્યા પર ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તેની પાસેથી જેતે સ્થળના માલીકીના દી પુરાવારૂપે ઈન્ડેકસ કોપી પુરી પાડવાનો આગ્રહ રાખવામાં આવે છે . તેમજ અધિકારી દ્વારા માંગણી કરવામાં આવે છે , જે કાયદા સાથે સુસંગત નથી .
આ ઉપરાંત GST Registration અને તેના અમેન્ડમેન્ટની અરજીમાં જેમકે ધંધાનું મુખ્ય સ્થળ બદલવું કે પાર્ટનરના નામમાં વધારો કે ઘટાડો કરવો એ બધી અરજીમાં પ્રોસેસીંગ સમયમાં વિલંબની પણ રજુઆત કરવામાં આવી અને તેના લીધે વેપારીઓને પડતી મુશ્કેલીઓ વિશે અધિકારીઓને જણાવવામાં આવ્યું. આ બાબતે એસજીએસટી અધિકારીઓ દ્વારા ફોર્મમાં દર્શાવ્યા સિવાયના સંજોગોમાં સોગંદનામું રજૂ કરવા ન જણાવવું અને ભાડાની જગ્યાની ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોવાનું દર્શાવે ત્યારે માલીકીના પુરાવારૂપે ઈન્ડેકસ કોપી ઈલેકટ્રીસીટી બીલ અને લેટેસ્ટ પ્રોપર્ટી ટેકસ રીસીપ્ટ રજૂ કરવામાં આવે તે સ્વીકારવામાં આવશે તેવો ખુલાસો આપેલ હતો.
આ ઉપરાંત GST ASMT10 ની નોટિસોનાં જવાબ ASMT11 માં કરદાતાઓ દ્વારા આપવા છતાં તે મુદ્દાની સ્વીકૃતિ બાબતે કરદાતાને ASMT12 ઈસ્યુ કરીને મુદ્દો બંધ કરવા બાબતે જાણ કરવામાં આવેલ નથી તે બાબત રજૂ કરવામાં આવેલ તે બાબતે એસજીએસટી અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવેલ કે ASMT10 ની ચકાસણીના પેન્ડીંગ કેસમાં હાલ ASMT12 કેસ ડ્રોપ ની પ્રક્રિયા પ્રથમ તબક્કે પૂર્ણ થઈ ગયેલ છે અને બીજા તબક્કા ની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે . તેમજ વહીવટી સરળતા માટે જાહેર જનતા વાંચી શકે તે રીતે કચેરીના વર્ગ 1 અને 2 ના અધિકારીઓના નામ તથા હોદ્દાની વિગતો કચેરીમાં દેખાય તે બાબતે તે રજુઆત કરવામાં આવી.
જેનાં પર SGST અધિકારીઓ દ્વારા અમલમાં મુકવાની ખાત્રી આપવામાં આવી તેમજ મીટીંગમાં અમુક કાયદા વિષયક મુદ્દાઓની ચર્ચા થયેલ હતી . જેનો એસજીએસટી અધિકારીઓ દ્વારા ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને તેવા મુદાઓને યોગ્ય સ્તરે રજુઆત કરવાની પણ તેમના દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. આ મીટીંગ ખુબ જ સદભાવનાથી અને સહકારભર્યા વાતાવરણમાં કરવામાં આવેલ હતી અને એસજીએસટી ના અધિકારીઓએ ખુબ જ સરળતાથી અને ખુલ્લા મનથી મુશ્કેલીઓના શક્ય એટલા નિવારણની ખાતરી આપેલ હતી.
આમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી તથા માનદમંત્રી ઉપેનભાઇ મોદી દ્વારા જણાવવામાં આવેલ છે.