દેશના અર્થતંત્રની ‘કલ આજ ઔર કલ’ માટે નિષ્ણાંતનો વાર્તાલાપ પણ યોજાશે
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.૨૨ને શનિવારે ૩:૩૦ કલાકે મહાનુભાવોને ગૌરવ એવોર્ડ અર્પણ, અર્થતંત્રની કાલ-આજ અને કાલ તથા સામાન્ય સભા સહિતના કાર્યક્રમ યોજાશે. દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ વિશે કલ-આજ ઓર કલ વિષયે ભારત સોને કી ચિડીયા અંગે માસ્ટર માઈન્ડ સુરતના સીઈઓ અસ્લમ ચારણીયા દ્વારા વાર્તાલાપ રજુ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાહુલ ગુપ્તા-આઈએએસ, જિલ્લા કલેકટર રાજકોટ, બંછાનિધી પાની-આઈએએસ, કમિશનર, રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન, મનોજ અગ્રવાલ-આઈપીએસ, રાજકોટ શહેર પોલીસ કમિશનર તથા મોહનભાઈ કુંડારીયા-લોક સભ્ય, બીનાબેન આચાર્ય-મેયર, નરેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ-કાઠીયાવાડ જીમખાના રાજકોટ અને એમ.ડી.જીવન કોમ.કો.ઓ.બેન્ક લી. ખાસ ઉપસ્થિત રહી સન્માનિત મહાનુભાવો બંછાનિધી પાની કમિશનર તથા બીનાબેન આચાર્ય-મેયર, ગોવિંદભાઈ પટેલ-ધારાસભ્ય, પરાક્રમસિંહ જાડેજા, અરવિંદભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, મૌલેશભાઈ ઉકાણી, નિતેશભાઈ વઘાસીયા, જીતુભાઈ અદાણી, રમેશભાઈ ટીલાળા, ઘનશયામભાઈ ઢોલરીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, મનસુખભાઈ સુવાગીયા, ભાયાભાઈ સાહોલીયા, રમણીકભાઈ જસાણી, પરસોતમભાઈ કામાણી, મનસુખભાઈ અકબરી ગૌરવ એવોર્ડ અર્પણ કરી સન્માન કરશે તેવું અબતકની મુલાકાતે આવેલા ઘનસુખભાઈ વોરા (પ્રમુખ), ઈશ્વરભાઈ બાંભરોલીયા (ઈન્ચાર્જ મંત્રી), સંજયભાઈ મહેતા (સહમંત્રી), વસંતભાઈ લીંબાસીયા (ખજાનચી) અને રમેશભાઈ ઝાલાવડીયા (ડાયરેકટર)એ જણાવ્યું હતું.