લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગો 15 થી 45 દિવસમાં પેમેન્ટ ન કરે તો રકમ પૂરેપૂરી આવકમાં લઈ લેવાની જોગવાઈ વેપાર ઉદ્યોગ માટે મુશ્કેલી રૂપ બની જવાની દહેશત
ઇન્કમટેક્સની 43 બીએચ કલમના 1 એપ્રિલથી અમલની તૈયારી સામે રાજકોટના જ 60 એસોસિએશન વિરોધ માટે તૈયાર
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગોના હિત વિકાસ માર્ગદર્શન માટે સતત કાર્યશીલ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના નેજા હેઠળ તારીખ 1 એપ્રિલ થી ઇન્કમટેક્સના કાયદા 43 બીએચ ના થનારા અમલ સામે રાજકોટ ચેમ્બરે વિરોધ નો સુર ઉઠાવ્યો છે રાજકોટના 60થી વધુ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં લડતના મંડાણ કરવાની તૈયારી આરંભી છે આગામી દિવસોમાં નાણામંત્રી નિર્મલા સીતારામન ને ચેમ્બરનું પ્રતિનિધિત્વ દિલ્હી મળીને લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે મુશ્કેલી સરદાર બનનારી ઇન્કમટેક્સની કલમ 43 બીએચ નો અમલ રોકવા રજૂઆત કરવામાં આવશે જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉદ્યોગપતિઓ ને સાથે રાખી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લડતના મંડાણ કરશે તાજેતરમાં જ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના વિવિધ એસોસિએશનની મીટીંગ મળી હતી જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ 50થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટીંગ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ચેરમેન શ્રી ધનસુખભાઈ વોરા અધ્યક્ષ સ્થાને મળી હતી. આ ઈન્કમ ટેકસ ની અમલ માં આવનાર કલમ 43બી વિશે વિસ્તૃત સમજણ આપતા ગ્રેટર રાજકોટ ચેમ્બર નાં પ્રમુખ સી.એ. રાજીવભાઈ દોશી જણાવેલ કે માઇક્રો અને સ્મોલ એકમને 15 થી 45 દિવસમાં પેમેન્ટ કરી દેવામાં નહી આવે તો આ રકમ પુરેપુરી આવકમાં ઉમેરી દેવામાં આવશે. તેવો સુધારો કલમ-43ઇ(ઇં) થી કરવામાં આવેલ છે. જે ખુબ જ અયોગ્ય છે. જે ઉત્પાદકો એક્ષ્પોર્ટ કરે છે. તેનું પેમેન્ટ આંતરરાષ્ટ્રીય માર્કેટ પ્રમાણે આવતુ હોય છે. દા.ત. જેતપુરમાં ટેક્ષટાઇલ્સનું એક્ષ્પોર્ટ આફ્રિકામાં થાય છે તો તેનું પેમેન્ટ 8-12 મહિનામાં આવતું હોય છે. આ સંજોગોમાં પ્રિન્ટીંગ યુનીટે માઇક્રો અને સ્મોલ એકમ પાસેથી કરેલી ખરીદીની રકમ 45 દિવસમાં ચુકવી ન શકે. હાલમાં પણ જેતપુરમાં પેમેન્ટનો ધારો 6 થી 8 મહિનાનો છે. કેટલાક ઉત્પાદકો હોલસેલર્સ ને માલ વેચે છે અને હોલસેલર ટ્રેડર્સ મારફત રાજયમાં અથવા તો દેશમાં માલ વહેંચે છે. આવા સંજોગોમાં હોલસેલરે ઉત્પાદકને 45 દિવસમાં રકમ ચુકવી દેવી પડે. પરંતુ હોલસેલરે વેચેલો માલનું પેમેન્ટ 45 દિવસમાં ટ્રેડર્સ પાસે થી આવતુ નથી. અને હોલસેલર ટ્રેડર્સ હોય તેને 45 દિવસના પેમેન્ટનો લાભ કાયદા મુજબ પણ લાગુ પડતો નથી. આ કાયદો તા. 01/04/2024 થી અમલમાં આવી જાય છે એટલે જો કોઇ કરદાતાએ તા. 01/03/2024 ના રોજ માઇક્રો અને સ્મોલ એકમ પાસેથી રૂા. 10 લાખની ખરીદી કરી હોય તો તેમણે આવી રકમનું પેમેન્ટ તેમણે તા. 15/04/24 પહેલા કરી દેવાનુ રહેશે. અને જો પેમેન્ટ મોડુ થાય તો આ ખરીદીની પુરેપુરી રકમ હિસાબી વર્ષ 2023-24 ની આવકમાં ઉમેરાઇ જશે. ઇન્કમટેક્ષ આવક ઉપર હોય શકે. આ કિસ્સામાં રૂા. 10 લાખની ખરીદી કરેલ છે તે કરદાતાની આવક નથી. છતાં પણ તેને 10 લાખની ખરીદીની રકમ મજરે મળશે નહી. આ જોગવાઇ સદંતર અયોગ્ય છે અને તે કાઢી નાખવી જોઇએ.
આ રાજકોટ અને સૌરાષ્ટ્ર નાં એસો. અત્યંત જરૂરી મીટીંગ 50 થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગની શરુઆતમાં ગ્રેટર ચેમ્બરનાં માનદમંત્રી ઉપેનભાઈ મોદી એ સ્વાગત પ્રવચન કરેલ. અને ખુબજ ટૂંકા ગાળા માં બોલાવેલી આ મીટીંગમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બતાવે છે આ ઈન્કમ ટેકસ નાં નવા કાયદા થી લોકો કેટલા વિમાસણ મુકાય ગયા છે કે ધંધા રોજગાર કેમ થશે?
આ મીટીંગમાં મોરબી થી ખાસ ઉપસ્થિત રહેલ મોરબી સિરામિક એસો નાં મુકેશભાઈ કુંડારિયા પોતાના વક્તવ્ય માં જણાવેલ કે આ પ્રશ્ન ઘણો પેચીદો છે. તેને લોકસભા નાં સાંસદ સહિત નાણાં મંત્રી ને રજૂઆત કરવી જોઈએ અને તાત્કાલિક અસર થી રદ થવો જોઈએ. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ નાં શ્રી પરાગભાઈ તેજુરા એ જણાવેલ અમો બધાની સાથે છીએ અને આની આગળ રજૂઆત થવી જોઈએ. લોધિકા જી આઇ.ડી.સી. નાં શ્રી. કંટેસરિયાભાઈ જણાવેલ કે આ માટે દરેક સાથે મળી ઉચ્ચ સ્તરે રજૂઆત થવી જોઈએ. સૌ.કચ્છ.ચેમ્બર નાં ફેનિલ મહેતા એ જણાવેલ કે આ માટે કાયદાકીય રીતે અપીલ કરી રજૂઆત કરવી જોઈએ.
આ મીટીંગમાં રાજકોટ સૌરાષ્ટ્રનાં એસો. જેવાકે મનીષભાઈ પટેલ(પ્રમુખ)-રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસીયેશન, મહેશ ભાઈ લક્કડ – મંત્રી)-રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસીયેશન, દિલીપ ભાઈ રૂપારેલિયા- ખજાનચી)-રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસીયેશન, ધર્મેશભાઈ મહેતા (સેક્રેટરી)-ટેલિવિઝન અને ટ્રેડર્સ, જીગદીશભાઈ સોની(જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીયેશન), રમેશભાઈ લોલાકીયા(જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીયેશન), મયંક શેઠ ૠકઈંઅ – જો. ટ્રેઝર, નિતેશ ભૂવા(ટ્રેઝર ગીનનિંગ એસોસીયેશન), પ્રશાંત સચિવ (પ્રમુખ)- ખીરસરા જી.આઇ.ડી.સી., યશ રાઠોડ(લઘુ ઉધોગ ભરતી), વસંત પટેલ – પ્રમુખ(જેતપુર ચેમ્બર કોમર્સે), હરેશભાઈ કઢિયા(જેતપુર ચેમ્બર કોમર્સે), અમીષ બદાની -ગુજરાત પ્રમુખ(બી.જે.ઈ.ડી.), અરવિંદભાઈ – પ્રમુખ(કોટન એસોસીયેશન), રાજકોટ ટિમ્બર માર્ચન્ટ એસોસીયેસોન, વાવડી ઇન્ડસ્ટ્રીઝ એસોસીયેસોન, સૌરાષ્ટ્ર કચ્છ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ બેકરી એસોસીયેસોન, કોઠારિયાનાકા-ભૂપેન્દ્રરોડ ક્લોથ એસોસીયેસોન, રાજકોટ બિલ્ડર્સ એસોસીયેસોન, આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીયેસોન ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર નોન ફેરસ મેટલ એસો. ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પણ સંપૂર્ણ સહયોગ ની ખાતરી આપી છે.
આમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર પ્રમુખ રાજીવભાઇ દોશી તથા માનદમંત્રી ઉપેનભાઇ મોદી દ્વારા જણાવવામાં આવેલ છે.