રાજકોટ-દિલ્હી – રાજકોટ ની વધારાની હવાઇ સેવા એરઇન્ડીયા દ્વારા શરુ કરાવવા છેલ્લા ઘણા જ સમયથી આપણા લોકલાડીલા લોકપ્રતિનિધિ મોહનભાઇ કુંડારીયા કાર્યરત રહેલ અને નિષ્ઠાપૂર્વક આ કાર્યનું પરીણામ આવે ત્યાં સુધી સતતપણે નાગરીક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ અને એરઇન્ડીયાના ચેરમેન સમક્ષ રજુઆત કરી દબાણ લાવી આ વધારાની હવાઇ સેવા મંજુર કરાવેલ છે. તે બદલ તેઓનો આભાર ગ્રેટર ચેમ્બર દ્વારા માનવામાં આવે છે.

આ વધારાની હવાઇસેવાને કારણે સૌરાષ્ટ્રના વેપા ઉઘોગના પ્રતિનિધિઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુસાફરી વાયા દિલ્હી કરવી સરળ બની રહેશે. આમ આ ખુબ જ મહત્વની અને અગત્યની હવાઇ સેવા પ્રાપ્ત થયેલ છે. તે બદલ તેઓને અભિનંદન પાઠવીને છીએ આશા રાખીએ છીએ કે રાજકોટ-મુંબઇ- રાજકોટ વચ્ચે પણ દિવસ દરમ્યાન વધારાની ત્રણથી ચાર હવાઇ સેવા મળી રહે તેવા પ્રયત્નો કરી રહેલ છે તેમાં તેઓને સફળતા મળે તેવી શુભેચ્છા અને વિશ્ર્વાસ પાઠવીએ છીએ. આમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઇન્ચાર્જ મંત્રી ઇશ્વરભાઇ બાંભોલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.