રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તાની મુલાકાત કરતું ગ્રેટર ચેમ્બર: રેલવેના વિવિધ પ્રશ્ર્નો મુદ્દે રજુઆત કરાઇ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા રાજકોટ ડીવીઝનની મુલાકાતે આવતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઇ વોરાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ કાંતિભાઇ જાવીયા, સહમંત્રી સંજયભાઇ મહેતા તથા ડાયરેકટર હર્ષદભાઇ ખુંટ તેમજ સૌરાષ્ટ્ર પેસેન્જર એસો. ના પ્રમુખ કિરણભાઇ શુકલનું બનેલ પ્રતિનિધિ મંડળે મુલાકાત લઇ રેલવેને લગતા પ્રશ્ર્નોની રજુઆત કરી હતી જેમાં ભકિતનગર રેલવે સ્ટેશનને ટર્મીનેશન સ્ટેશન તરીકે જાહેર કરી સ્ટેશનનો વિકાસ કરવા.

લક્ષ્મીનગર – નાનામવા રોડ પર આવેલ રેલવે લાઇન નીચેના નાલાને પહોળુ કરવાની માંગણી ઘણા જ સમયથી થઇ રહેલ છે. તેને દોહરાવતા ગ્રેટર ચેમ્બરના પ્રમુખે જણાવેલ કે રાજકોટ મ્યુનિ. કમિશ્નરના કહેવા મુજબ આ નાલાને પહોળુ કરવા સેકશન કરેલ છે અને તેની ડીઝાઇન બનાવવા રેલવેને રૂપિયા રપ લાખ ખર્ચ પેટે કોર્પોરેશનને આપી દીધેલ છે તેમ છતાં હજુ સુધી આ નાલાની ડીઝાઇન બની શકેલ નથી. તે બાબતે યોગ્ય કવા.

સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસને બાંદ્રા-જામનગરને અંધેરી સ્ટોપ આપવા , ડેમુ ટ્રેનને જુનાગઢ સુધી લંબાવવા, સોમનાથ-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેઇનમાં વધારાના બે એ.સી. ચેર કાર કોચ, ચાર સેક્ધડ કલાસ રીઝવ કોચ તથા પૉચ જનરલ કોચ લગાવવા, વેરાવળ બાંદ્રા તથા સોમનાથ અમદાવાદ જેવી અગત્યની ટ્રેઇનોમાં રાજકોટ ડીવીઝનના ઇમરજન્સી કવોટા ફાળવવા જેવી રજુઆત કરવામાં આવી હતી. તેમ ગ્રેટર ચેમ્બરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.