મોર્ડન ગ્રુપ અને આશા ઓલ સ્પેસ દ્વારા
‘મીસ્ટીક ગ્રુ૫’ નું લાઈવ બેન્ડ સંગીતના સુરો રેલાવશે: સેલ્ફી ઝોન, ગેમઝોન, કોલ્ડ ફાયર, ડ્રાઈ આઈસ, પાયરોટેકનીક, ટેટુઝનું આયોજન: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટની સંગીતપ્રેમી અને મનોરંજનપ્રેમીઓ માટે મોર્ડન ગ્રુપ અને આશા ઓલ સ્પેસ દ્વારા ઘંટેશ્વર પાર્કમાં શાનદાર અને દમદાર આયોજન.
નવા વર્ષને આવકારવા આ વર્ષને બાયબાય કરવા માટે કંઈક નવું કરતા અને અનોખી રીતે રાજકોટને મનોરંજન પૂરૂ પાડતા અને સતત પાંચમાં વર્ષમાં સફળ આયોજન કરતા મોર્ડન ગ્રુપ દ્વારા રાજકોટના ઘંટેશ્વર પાર્કમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૧ ડીસેમ્બરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે સૌ પ્રથમવાર આ ન્યુયર પાર્ટીમાં કંઈક અનોખુ કરવા માટે સૌથી ફેમસ અનેસંગીતના સુરોના બાદશાહ એવા ‘મીસ્ટીક ગ્રુસ’નું લાઈવ બેન્ડની સાથે સંગીતના સુરો રેલાવશે. જેઓએ અરીજીતસિંઘ, મીકાસિંઘ અને બાદશાહ, પંકજ ઉધાસ, નેહા કકકડ સાથે પરફોર્મન્સ કરી ચૂકેલ બેન્ડ એટલે ‘મીસ્ટીક ગ્રુસ’ રાજકોટને સંગીતના તાલે ઝુમવા માટે મજબૂર કરી દેશે.
આ સાથે મુંબઈના મશહુર એવા શરદસિંહ કે જેઓએ ઈરફાન ખાન સાથે પ્રથા ફિલ્મમાં પોલીસ ઈન્સ્પેકટરનો અભિનય કરેલ. રાજનીતિ, અપહરણ, પલાયન અને આરક્ષણ નામની સીરીયલમાં કામ કર્યું છે અને હાલ ફૈઝલખાન સાથે ફેકટરી નામની ફિલ્મ કરી રહ્યા છે.
હેતલ ઠકકર કે જેણે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા નામની ફિલ્મમાં હીરોઈન તરીકે કામ કર્યું છે અને અપકમીંગ મુવીમાં આઈ લવ દુબઈમાં હીરોઈન તરીકે આવી રહ્યા છે.
જીજ્ઞા ગોસ્વામી દોસ્ત તમારો જીગરજાન, દિલના જખ્મ, ગામડાની ગોરી, મારો વીર જેવા અનેક આલબમો કરી ચૂકયા છે આ બધી સેલીબ્રીટી રાજકોટીયન્સને પોત પોતાની આગવી શૈલીમાં મનોરંજન પૂરૂ પાડીને રાજકોટવાસીના દિલ જીતી લેશે.
મોર્ડન ગ્રુપના મુફફદલભાઈના જણાવ્યા અનુસાર નવા વર્ષને આવકારવા અલયાદુ આયોજન કરેલ છે. જેમાં સેલ્ફીઝોન, ગેમઝોન, કોલ્ડફાયર, ડ્રાય આઈસ, પાયરોટેકનીક ટેટુઝનું સુંદર આયોજન કરેલ છે.
તઉપરાંત હાઈવોલ્ટેજ લાઈન એરે સાઉન્ડ સીસ્ટમ, ડીજે, રાજકોટનું ફેમસ અને સેલીબ્રીટી સ્ટેટસ ધરાવતું ‘મીસ્ટીક ગ્રુઝ બેન્ડ’ ફાયર વર્ક શો અને છેલ્લે નવા વર્ષને આવકારવા આતશબાજીનું આયોજન કરેલ છે.
મહત્વની બાબતમાં આ સમગ્ર કાર્યક્રમ પારિવારીક માહોલમાં યોજાશે. મોર્ડના ગ્રુપના ડીજે.મુસા પોતાની આગવી અંદાજમાં ડીજેના તાલે રાજકોટના યુવાધનને ડોલાવશે. જેની સાથે ડીજે નીરવ પણ સંગીત પીરસશે.
સાથે મોર્ડન ગ્રુપ અને આશા ઓલ સ્પેસ દ્વારા મનોરંજનપ્રેમી રાજકોટીયન્સ માટે ‘આશા કલબ’નું આયોજન કરેલ છે.જેની મેમ્બરશીપ માટે મો.નં. ૮૦૦૦૦૨૧૨૩૪ ઉપર સંપર્ક કરવો. તકેદારી રૂપે હાઈ સીકયુરીટી, બાઉન્સરની વ્યવસ્થા રાખેલ છે. આયોજનને સફળ બનાવવા માટે મોર્ડન ગ્રુપના મુફફદલભાઈ, મુકરમભાઈ, હસનભાઈ, અકરમભાઈ, કર્મા ઈવેન્ટના આકાશ શુકલા, રેડ પર્લ ઈવેન્ટના વિશાલભાઈ ઘંટેશ્વર પાર્કના કરનભાઈ, આશા ઓલ સ્પેસના રીઝવાનભાઈ, કીંજલ કોઠીવા , હેમા મીસ્ટીક ગ્રુપ રવિ રાંદલ ફીલ્મસ, એવીટીના વિરમદેવસિંહે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વધુ માહિતી માટે મુફફદલભાઈ મો.નં. ૯૮૨૫૩ ૯૯૩૨૦નો સંપર્ક કરવો.