પાણી પછી પીણાં તરીકે ઉપયોગમાં આવતું પીણું એટલે ‘ચા’ સૌરાષ્ટ્રનું અમૃત પીણું ગણાતી ચાએ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. ત્યારે બાન લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કેઅર હર્બલ ગ્રીન ટી બહાર પાડવામાં આવી છે જે કુદરતી ખજાનનો અમૂલ્ય ભંડાર છે. આ કેઅર હર્બલ ગ્રીન ટીને લઇને બાન લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ૯૪.૩ માય એફ. એમ.ના સંયુકત ઉપક્રમે ગત એક અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. જેમાં લોકોએ અશ્ર્વગંધા યુકત સ્પાઇસ્ડ ગ્રીન ટી નો સ્વાદ માણીને લાજર્ર્સ્ટ ટી ટેસ્સંગ રેકોર્ડ બનાવી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેનુ ઓરીજનલ સર્ટિફિકેટ આજ રોજ બાન લેબ્સ પ્રાઇવેટ લિમિટેડને એનાયત કરવામાં આવ્યું છે. આ ગ્રીન ટીનો સ્વાદ સામાન્ય ગ્રીન ટી કરતા તદ્ન અલગ અને મન મોહક તો છે જ આ ગ્રીન ટી પેટને લગતી સમસ્યા દુર કરવા નવી શક્તિનો સંચાર કરવામાં, ટોકિસનને બહાર કાઢવામાં તેમજ રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ નિવડે છે.

6 banna for site 1 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.