બે દિવસમાં ૧૦ હજારથી વધુ લોકોએ લીધો આંતર રાષ્ટ્રીય ટ્રેડફેરનો લાભ: આફ્રિકન દેશોમાં ઉદ્યોગો માટે સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ખુલ્યા દ્વાર
વિદેશમાં ૧૭ દેશોનાં પ્રતિનિધિઓ રહ્યાં ઉપસ્થિત: દેશમાં રહેલી તકો વિશે પણ સ્થાનિક ઉદ્યોગપતિઓને માહિતગાર કરાયા
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય ટ્રેડફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૫૦ હજારી વધુ લોકોએ લાભ લીધો હતો અને પોતાનાં વ્યવસાય અને ઉદ્યોગોને વિકસીત કરવા માટે અગત્યની માહિતી પણ એકત્રીત કરી હતી. આ આયોજનમાં કુલ ૧૭ દેશોનાં પ્રતિનિધિ ઉપસ રહ્યાં હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્ર અને રાજકોટના ઉદ્યોગ એકમોને વિદેશમાં જેમ કે આફ્રિકન દેશોમાં વ્યાપાર કરવા માટેનાં દ્વાર ખુલ્યા છે. આ તક મળતા દેશનાં વિકાસ માટે એસએમએસઈ અને એસએમઈ ક્ષેત્ર કે જે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં જોવા મળી રહી છે. તે દેશનાં વિકાસ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવશે.
સૌંદર્યને નિખારતી પ્રોડકટસે મુલાકાતીઓનું દિલ જીત્યું: ધર્મેશ પારેખ
શ્રી હેમ ઈન્ડસ્ટ્રીઝના માલિક ધર્મેશભાઈ પારેખે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે તમામ પ્રકારની ઘડીયાળ, લેઝર માર્કિંગ તેમજ ઈમીટેશન પ્રોડકટસનું ઉત્પાદન કરી હોલસેલ તેમજ રિટેલ માર્કેટમાં વેંચાણ કરીએ છીએ. થી તેમજ પુરુષ એમ બન્નેના સૌંદર્યને નિખારતી પ્રોડકટસ અમારી પાસે ઉપલબ્ધ છે અને આ પ્રોડકટસે બે દિવસમાં તમામ મુલાકાતીઓનું દિલ જીત્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, એસવીયુએમ એક્ઝિબીશન ખાતેી અમને ખુબ ફાયદો થયો છે. હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી રહ્યાં છે અને અમને રિટેલ તેમજ હોલસેલ ઓર્ડર પણ સ્થળ પરી જ મળી રહ્યાં છે.
હકારાત્મક વાતાવરણ માટે કપુર સર્વશ્રેષ્ઠ: મનિષભાઈ
નિવમ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ મનિષભાઈએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં કપુરનો મહત્વ ધાર્મિક તેમજ આધ્યાત્મિક દ્રષ્ટીએ ખુબજ વધુ છે. હકારાત્મક વાતાવરણ માટે તેમજ સારી સુગંધ માટે કપુરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે નિવમ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એલઈડી લેમ્પસ કપુરની સુગંધ પ્રસરાવે તેવી પ્રોડકટ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ખાતે બનાવવામાં આવી છે. અહીં અમે આ પ્રોડકટસનું પ્રદર્શન કરી રહ્યાં છીએ. તેમજ સૌરાષ્ટ્રની ધાર્મિક જનતા પાસેથી અમને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
બાંધણી એટલે સદાબહાર પોષાક: કરણ શાહ
કલા સંસ્કૃતિ બાંધણીના માલિક કરણ શાહે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર ખાતે અમારૂ પ્રોડકશન યુનિટ છે જ્યાંથી અમે બાંધણીની તમામ પ્રકારની વેરાયટીઓનું ઉત્પાદન કરીએ છીએ. જેમાં સાડીથી માંડી દુપ્પટા સુધીનો સમાવેશ કરવામાં આવે છે. હાલ પાશ્ચાત્ય સંસ્કૃતિનો વ્યાપ વધી રહ્યો છે. દરરોજ અવનવી ફેશન બજારમાં આવતી જોવા મળે છે. પરંતુ બાંધણી નવી ફેશનની સ્પર્ધામાં ક્યારેય આવતું નથી.
કેમ કે, બાંધણી એ સદાબહાર પોષાક છે. ભારતીય મહિલાઓ બાંધણી સૌથી વધુ પસંદ કરતી હોય છે. ત્યારે અમે અહીં બાંધણીની જ બધી વેરાયટીઓ લઈને આવ્યા છીએ અને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રવાસીઓ મારી પ્રોડકટસને ખુબજ પસંદ કરી રહ્યાં છે અને અમને એક્ઝિબીશનના માધ્યમી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
એસવીયુએમ એક્ઝિબિશન-૨૦૨૦ સુપર હિટ: બિપીન કાનખરા
એસવીયુએમ એક્ઝિબીશન ખાતે મુલાકાતી તરીકે આવેલા પુનમ મેટલ ઈન્ડસ્ટ્રીઝના માલીક બિપીન કાનખરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસવીયુએમ એક્ઝિબીશનમાં ખુબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આ વર્ષે વેપારીઓ તેમજ ફોરેન ડેલીગેટ્સની સંખ્યા પણ વધારે છે. તેમજ મુલાકાતીઓ પણ હર્ષોલ્લાસ સાથે એક્ઝિબીશન ખાતે આવી રહ્યાં છે. ટૂંકમાં એસવીયુએમ એક્ઝિબીશન-૨૦૨૦ ખુબજ સરસ રહ્યું છે.
એમએસએમઈનો વ્યાપ વધારવા એસવીયુએમ કાર્યરત: પરાગ તેજુરા
આ તકે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત પાસે તમામ ક્ષેત્રમાં વિકક્ષીત વાની તકો રહેલી છે. એમએસએમઈના વેપારીઓ ખુબ સારૂ કૌશલ્ય ધરાવે છે. તેઓ તેમના ઉદ્યોગ ધંધાનો વ્યાપ ખુબ સારો વધારી શકે તેમ છે. ફકત તેમને તકની જરૂર છે. જે એસવીયુએમના માધ્યમથી અમે આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. વિવિધ દેશના પ્રતિનિધિઓ, વેપારીઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન થાય તે ઉદ્દેશ્ય સાથે સતત સાત વર્ષથી
એસવીયુએમ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના ખેડૂતો પાસે આધુનિક ટેકનોલોજીથી માંડી કૃષિ ક્ષેત્રમાં કૌશલ્ય છે. પરંતુ ક્યાંક ઓછી જમીનની માલીકીને કારણે તેઓ સારૂ ઉત્પાદન કરી શકતા નથી. તેની સામે આફ્રિકન દેશો પાસે ટેકનોલોજી, કૌશલ્ય, માહિતી સહિતનો અભાવ છે. પરંતુ તેમની પાસે હજારો એકર ફળદ્રુપ જમીન છે. જેનો ફાયદો ભારતીય ખેડૂતોને થઈ શકે છે. ઉપરાંત વિદેશી હુંડીયામણ આવવાને કારણે દેશની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે.
આફ્રિકન દેશો માટે એસવીયુએમ એક્ઝિબિશન અતિ મહત્વપૂર્ણ: રિયાઝ ઈબ્રાહીમ
સુદાન દેશના પ્રતિનિધિ રિયાઝ ઈબ્રાહીમે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં આવતા પહેલા તેમણે ઘણી ખરી આશાઓ મનમાં રાખી હતી. જે એસવીયુએમએ સંપૂર્ણપર્ણે પૂરી કરી છે. એક્ઝિબીશનના માધ્યમી તેઓ ટેકનોલોજી તેમજ અવનવી માહિતીથી અવગત થયા છે. ભારતના વેપારીઓ અને ખેડૂતો સાથે વિચારોનું આદાન-પ્રદાન યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી જે આશાઓ હતી તે તો પૂરી થઈ જ છે પરંતુ તેની સાથે સાથે અમને નવી તકો પણ દેખાઈ રહી છે. અમારે ત્યાં ખેતી લાયક જમીનો વિપુલ પ્રમાણમાં છે.
પરંતુ આધુનિક ઓજારો અને કૌશલ્યોના અભાવે અમે સારૂ ઉત્પાદન મેળવી શકતા નથી. પરંતુ ભારતીય ખેડૂતો પાસેથી અમને ખુબ સારી માહિતીઓ તેમજ કૌશલ્યો મળી રહ્યાં છે.
નાના વેપારીઓના ઉદ્યોગનો વ્યાપ વધારતો એસવીયુએમ: વિજય મારૂ
વિજય પ્લાસ્ટીકના માલિક વિજય મારૂએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે એક એમએમી માંડી હેવી ટ્રોલી વીલ એન્ડ કેસ્ટોર વીલનું ઉત્પાદન કરી હોલસેલ તેમજ રિટેલ માર્કેટમાં વેંચાણ કરીએ છીએ. હાલ સુધી અમે એક રાજ્યી બીજા રાજ્ય સુધી મુસાફરી કરી અમારા ધંધાનો વ્યાપ વધારી રહ્યાં હતા. પરંતુ એસવીયુએમ એક્ઝિબીશનના માધ્યમી હવે અમારો ધંધો આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી રહ્યો છે. અહીં ફકત બે જ દિવસમાં આફ્રિકન દેશમાંથી અમને ઘણા ખરા પ્રપોઝલ મળ્યા છે. જેના કારણે કહી શકાય કે, નાના વેપારીઓના ઉદ્યોગનો વ્યાપ વધારવામાં એસવીયુએમ અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો છે.
કૃષિ ક્ષેત્ર માટે એસવીયુએમ ખાતે વિપુલ તક: મલય શાહ
તિર્થ એગ્રો ટેકનોલોજી પ્રા.લી.ના પ્રતિનિધિ મલય શાહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ પ્રકારના ઓજારો તેમજ મશીનરીનું ઉત્પાદન તિર્થ એગ્રો પ્રા.લી. દ્વારા કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રની ૧૮૦ જેટલી વિવિધ મશીનરીનું ઉત્પાદન કરી અમે સમગ્ર ભારત સહિત વિવિધ દેશોમાં નિકાસ કરીએ છીએ. હાલ અમે એસવીયુએમ એક્ઝિબીશન ખાતે ભાગ લીધો છે. જેમાં ફકત બે દિવસમાં અમને ઘણી ખરી નવી તકો મળી છે. તેમજ વિપુલ પ્રમાણમાં ખેડૂતો સાથે અમે અવગત થયા છીએ. તો ટૂંકમાં કહી શકાય કે, કૃષિ ક્ષેત્ર માટે એસવીયુએમ એક્ઝિબીશન ખાતે વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે.