સ્થળાંતરીત લોકોને સરકાર તરફથી મોટી રાહત મળી છે. મુખ્યમંત્રીએ વાવાઝોડાના બીજા દિવસે જ તેનાથી થયેલી નુકસાનીનો ચિતાર રજૂ કરતી વેળાએ સર્વે હાથ ધરવા સાથે સહાય ચૂકવવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ ફરી જાહેરાત કરી હતી કે સરકાર અઢી લાખ જેટલા સ્થળાંતરીત લોકોને સાત દિવસ સુધી કેસ ડોલ ચૂકવશે.
ઉલ્લેખનીય છે કે વાવાઝોડાની અસરને ધ્યાને લઈને આગમચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો કે જોખમી વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળોએ ખસેડયા હતા. આ તમામ લોકોને કેશડોલ મળવાપાત્ર છે.