ઉન્નતિ અને ઉત્કર્ષ બાદ ત્રીજુ ચેપ્ટર શરૂ: બીએનઆઈના ૬૧૪ ચેપ્ટરો કુલ ૨૯ હજારી વધુ સભ્યો ધરાવે છે: બીએનઆઈના સભ્યો દ્વારા અપાયેલા ૧૭,૨૪,૩૩૪ રેફરલ પાસેથી એક વર્ષમાં કુલ રૂ.૧૧,૫૬૬ કરોડનો વ્યવસાય થયો
બીએનઆઈમાં સભ્ય બનવું એટલે કે એક એવી સભ્યોથી બનેલી ટીમ કે જે તમારા વ્યવસાયનો વ્યાપ વધારવા માટે આપના વેપારના વિઝીટીંગ કાર્ડ પોતાના કાર્ડ વોલેટ સાથે રાખે છે. જ્યારે તેઓ પોતાના ગ્રાહક, સહ વેપારી કે સહ અધ્યાયી કે પોતાના મિત્રો સાથેની વાત દરમ્યાન જ્યારે કોઈ જરૂરીયાત ઉભી થાય ત્યારે એ ગ્રુપમાંના સભ્યનું વિઝીટીંગ કાર્ડ આપીને એ જરૂરીયાતને રેફરલ દ્વારા પુરી કરવામાં આવે છે.
બીએનઆઈએ વિશ્વમાં સૌથી વધુ સફળ સંસ્થા છે, પોતાના વ્યાપારીક સંસન પ્રકારમાં હાલ તેમાં ૯,૧૩૮ ચેપ્ટર છે જે કુલ ૭૪ દેશોમાં, ૨,૫૯,૮૨૩ સભ્યો દ્વારા કાર્યરત છે. બીએનઆઈના સભ્યો દ્વારા ગત ૧ વર્ષ (૧૨ માસ) દરમ્યાન કુલ ૧૧.૩૦ લાખ રેફરલ પાસ કરવામાં આવ્યા જેના દ્વારા કુલ ૧,૧૦,૨૮૬ કરોડનો વેપાર થશે. ભારતમાં હાલ બીએનઆઈ ૬૧૪ ચેપ્ટર કાર્યરત છે. જેમાં ૭૬ શહેરોમાં કુલ ૨૯,૭૦૦ી વધુ સભ્યો છે. ભારતમાં બીએનઆઈના સભ્યો દ્વારા કુલ ૧૭,૨૪,૩૩૪ રેફરલ પાસ કરવામાં આવ્યા, જેના દ્વારા કુલ ૧૧,૫૬૮ કરોડ રૂપિયાનો વ્યવસાય ૧૨ માસ (૧ વર્ષ) દરમ્યાન યો છે. આ મુજબ આજની આ સવાર જે વ્યાપારના એક અલગ જ અધ્યાયની શરૂઆત કરી આપે છે. તેમાં જે ખુરશી પર આપ બીરાજો છો એની કિંમત છે રૂ.૪૩.૮૦ લાખ પ્રતિ વર્ષ.
બીએનઆઈનો મુખ્ય ધ્યેય છે “કંઈક આપીને મેળવવું કે પામવું જેનો અર્થ છે કે હું આપને વ્યવસાય આપું તો તમે પણ મને વ્યવસાય આપો. જુની કહેવત મુજબ “વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ એટલે કે જેવું કામ કરશો એવું ફળ પામશો.
રાજકોટ શહેરમાં બીએનઆઈને કાર્યરત કરવામાં કશ્યપભાઈ છોટાઈનો સિંહ ફાળો છે. તેઓ હાલ બીએનઆઈ (રાજકોટ)ના રીજીનલ ડાયરેકટર તરીકે કાર્યરત છે. રાજકોટમાં હાલ ૩ ચેપ્ટર છે. બીએનઆઈ ઉન્નતિ, બીએનઆઈ ઉત્કર્ષ અને આજે બીએનઆઈ ઉદય ચેપ્ટરનું લોન્ચીંગ થયું છે.
બીએનઆઈ ઉદયમાં લીડરશીપ ટીમ તરીકે પ્રેસિડેન્ટ ભાર્ગવ કોટડીયા, વાઈસ પ્રેસિડેન્ટ નિહાર ચંદારાણા થતા સેક્રેટરી ટ્રેઝરર તરીકે ગોપાલભાઈ સોનેયાની નિમણૂંક કરવામાં આવી છે.