વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં યોજાયેલ જીટીયુ ટેકફેસ્ટ-૨૦૧૯નું શાનદાર સમાપન થયું હતું. આ પ્રસંગે ૫૦ જેટલી ઈવેન્ટમાં કુલ રૂપિયા બે લાખથી વધુના રોકડ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઈનામ વિતરણ પ્રસંગે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સિદ્ધાર્થ ખત્રી, જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ, રજનીભાઈ માલવીયા, બી.પી.રાવલ, રમણીકભાઈ રાઠોડ, વિમલભાઈ કપુર, મલ્હારભાઈ પટેલ, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર વગેરે હાજર રહ્યા હતા.
જાણીતા શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં એન્જીનીયરીંગના ડાયમેન્શન્સ બદલાઈ રહ્યા છે. વીવીપી આખા ગુજરાતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ છે છતાં પણ એટલું ચોકકસ કહીશ કે, એન્જીનીયરોએ ચાર વર્ષના અભ્યાસક્રમ દરમિયાન સ્માર્ટનેસ અને સ્કીલ ઉભી થાય તે સૌથી વધુ જરૂરી બાબત છે. આજે દેશની એન્જીનીયરીંગ કોલેજોમાં સૌથી વધુ ઘટતું પરીણામ આ જ છે કે, આપણા એન્જીનીયરો સ્કીલ અને સ્માર્ટનેશની બાબતમાં કયાંકને કયાંક ઉણાં ઉતરે છે. હું આશા રાખુ છું કે આવી ઈવેન્ટથી એન્જીનીયરીંગમાં ભણતા વિદ્યાર્થીઓનો આત્મવિશ્ર્વાસ વધશે તેમજ તેમની સ્કીલ પણ વધશે. ઝોનલ ટેકફેસ્ટની સફળતા માટે વીવીપીના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરના માર્ગદર્શન હેઠળ ઈવેન્ટ કો-ઓર્ડીનેટર ઈલેકટ્રીકલ વિભાગના અધ્યાપક પ્રો.શિલ્પાબહેન કાથડ તથા બાયોટેકનોલોજી વિભાગના અધ્યાપક પ્રો.પુજા ચાવડા, સ્ટુડન્ટ કો-ઓર્ડીનેટર ધ્રુવ થાનકી, સૌરભ સામલ અને તમામ વિભાગના વિભાગીય વડાઓ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને ખાસ વિદ્યાર્થીગણ ભારે જહેમત ઉઠાવી હતી અને ૨ લાખથી વધુના રોકડ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.