ધારાસભ્ય લલીત વસોયા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયાએ મુસ્લિમ ભાઈઓને પાઠવી શુભેચ્છા

સમગ્ર દેશમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ અલ અઝા (બકરી ઈદ)ની ઉજવણી ઈ રહી છે ત્યારે ઉપલેટામાં પણ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ પવિત્ર તહેવારની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં ઈન્દુ સમાજના આગેવાનોએ મુસ્લિમ ભાઈઓને રૂબરૂ જઈને શુભેચ્છા પાઠવી હતી.

મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદનો તહેવાર અલ્લાહ એ હઝરત ઈબ્રાહીમ સલામને તેમના ઈસ્માઈલની કુરબાની માંગી હતી આી હઝરત ઈબ્રાહીમ તેમના દિકરાની કુરબાની આપવા તૈયાર યેલા. અલ્લાહ તરફી ઈસ્માઈલની જગ્યાએ એક ઘેટો આવી ગયો અને તેની કુરબાની યેલી. તેમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આજે સવારે ૯:૩૦ કલાકે ઝકરીયા મસ્જિદમાં ઈદ અલ અઝાની નમાજ અદા કરવામાં આવી હતી અને દેશની સુખ શાંતિ અને સમૃધ્ધી માટે બંદકી કરવામાં આવી હતી.

ધારાસભ્ય લલીતભાઈ વસોયા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, લાકાભાઈ ડાંગર, નિકુલભાઈ ચંદ્રવાડીયા, રમણીકભાઈ લાડાણી, ભરતભાઈ રાણપરીયા સહિતના હિન્દુ આગેવાનોએ મુસ્લિમ અગ્રણી ભોલાભાઈ ધોરાજીવાળા, જુનેદભાઈ નાાણી, રસીકભાઈ મુસાણી, રજાકભાઈ હિંગોળા, રફીકભાઈ મુસાણી, રસીદભાઈ શિવાણી, સાદીકભાઈ લીગરીયા, જમત શાહ શંખ સહિતના મુસ્લિમ ભાઈઓને ગળે મળીને બકરી ઈદની શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.