રાજકોટનાં સુવિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયના શાહી લગ્નએ સૌ કોઈનું ધ્યાન દોર્યું છે.
જોધપુરના વૈભવી પેલેસ ઉમેદભવન ખાતે આયોજીત જય હિમાંશીના ડેસ્ટિનેશન વેડિંગમાં દરેક સેરેમની અદ્ભુત અને આકર્ષક રીતે યોજાઈ હતી. કે જ્યાં અનેક વિશ્વ વિક્રમ નોધાયા છે, મહેમાનોનું સ્વાગત હોય કે પછી હલ્દી સેરેમની કે ફેરા… દરેક તબક્કે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે.
ત્યારે આ પ્રસંગે બોલિવૂડ નાઇટ અને ડિનર સેરેમની કે જે મેહરાન ગઢ ફોર્ટની ટોચ ઉપર યોજવામાં આવી હતી. લગ્નોત્સવની બોલીવુડ નાઇટમાં સચિન જીગર ઉપરાંત ઘણા નામાંકીત કલાકારોએ પોતાના સૂર રેલાવી સૌકોઈને ડોલવ્યા હતા.
આ દરમિયાન ખુશ્બુ પ્યાર કી નામની એક ઇવેન્ટ પણ યોજાઇ હતી જેમાં બાન લેબ્સનો સિગ્નેચર ડે ટોરન્ટનો છંટકાવ કર્યો અને આખું વાતાવરણ મહેકાવી ઉઠ્યુ. આનો પણ એક વિશ્વ રેકોર્ડ સ્થપાયો. કે જ્યાં સૌથી વધુ લોકોએ ભેગા મળી સિગ્નેચર ડે ટોરન્ટનો છંટકાવ કર્યો…!!
આ અગાઉ પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા
હલ્દી રસમ પણ કઈક વિશેષ રહી હતી જે પેલેસના પૂલ સાઇડ પર રાખવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર ડેકોરેશન પીળા રંગથી અને વિવિધ ગામઠી ફૂડનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ હલ્દીની રસમમાં વધુ બે વલ્ડ રેકોર્ડ બન્યા. જેમાં સહુથી વધુ માણસોએ રિલેમાં હલ્દી લગાડી, અહી મેહમાંનો અને પરિવારજનો વચ્ચે ફૂલોથી હોળી પણ રમાઈ.
જેમાં 101 કિલો ફૂલની પાંખડીઓ વાપરવામાં આવી. યેલો કલરની થીમ પર આયોજિત આ હલ્દી સેરેમનીમાં રંબેરંગી ફૂલડાઓની રમઝટ બોલી ગામઠી ફૂડમાં મેહમાંનોને બોર, કાચી કેરી, જામફળ, મકાઈ , નારિયળ પાણી અને કેન્ડી ફ્લોસ પીરસાયા
જય-હેમાંશીનો પીઠી પર્વ: 101 કિલો ફુલોથી રમાઈ હોળી, ગામઠી ફૂડનો સ્વાદ…. સર્જાયા વધુ 2 વિશ્વ વિક્રમ
ઉધોગપતિ મૌલેશ ઉકાણીના પુત્રના લગ્નમાં અગાઉ પણ બે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દર્જ થયા હતા. 1. સૌથી વધારે ફ્લાવરની ચા સર્વ થઈ…
65 સ્વાદની ચા જોઈ પ્રખ્યાત પેલેસ ઉમેદભવનનું સંચાલન કરનાર તાજ ગ્રુપના જનરલ મેનેજરએ આ સ્પેશિયલ ચાને જબરજસ્ત પ્રતિસાદ આપી આવકારી એમના દરેક લકઝરી હોટેલના મેનુમાં સામેલ કરવા માટે ઉત્કૃષ્ટતા દાખવી હતી આ ઉપરાંત બીજો રેકોર્ડ બાન લેબ્સ દ્વારા દુનિયાનું સૌથી વિશાળ ગિફ્ટ બોક્ષ આપી સર્જાયો હતો