એકત્ર થયેલું રકત રાજકોટ અને અમદાવાદમાં કેન્સર દર્દીઓની સેવામાં અપાશે
કેન્સરના દર્દીઓને તેમજ અમદાવાદ કેન્સર હોસ્પિટલ કે જયા મઘ્યપ્રદેશ, રાજસ્થાન તથા લગભગ સમગ્ર ગુજરાતના કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી તા. ર૯-૧ર ને રવિવારે સમય ૧૦ થી ૬ રાજલક્ષ્મી સોસાયટીની પાછળ, મોર્ડન સ્કુલની બાજુમાં મોરબી ૧પ૦ ફુટ રીંગ રોડ પર રાજકોટ ખાતે સમન્વય હાઇટસ પ્રોજેકટસ તથા શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના સંયુકત ઉપક્રમે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
સમન્વય હાઇટસના કીશોરભાઇ હાપલીયા, બીપીનભાઇ વિરડીયા, નીતીનભાઇ ધાટલીયા અને શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી , પરેશ વાધાણી, તેજશભાઇ સોઢા (સી.એ.), વિષ્મય પુજારાએ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ છે. આ મહારકતદાન કેમ્પસ અતિથિ વિશેષ તરીકે મોહનભાઇ કુંડારીયા (સંસદસભ્ય) ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્ય), અશ્ર્વીનભાઇ મોલીયા (ડે.મેયરશ્રી) કમલેશભાઇ મીરાણી વગેરે હાજર રહેશે.
વધુ વિગતો માટે ધર્મેશભાઇ મો.નં. ૮૩૪૭૦ ૮૮૭૮૯ – ૭૦૯૬૪ ૪૪૪૫૮ નો સંપર્ધ સાધવા જણાવાયું છે. સમન્વય હાઇટસના નીતીનભાઇ ઘાટલીયા, મનસુખભાઇ તલસાણીયા, મયુર લીબાસીયા, નીતીનભાઇ કાચા, અમીતભાઇ હાપલીયા તેમજ શ્રીમદ્દ રાજય સેવા ગ્રુપના શ્રી વિનય જસાણી સહીતનાઓ ‘અબતક’ને વિગતો આપી હતી.