કેમ્સ અને એન્જલનું પ્રિમીયમ ૨૮ ટકા અને ૧૬ ટકા ગે-માર્કેટમાં બોલાયું
મંદીના માહોલ વચ્ચે આઈપીઓ ચમકયા છે ત્યારે વડોદરાની કેમકોનમાં ગ્રે-માર્કેટમાં ૭૫ ટકા પ્રિમીયમ બોલાયું છે જેની સાથો સાથ કેમસનું ૨૮ ટકા અને એન્જલનું પ્રિમીયમ ૧૬ ટકા બોલાયું છે. ચાલુ સપ્તાહમાં કુલ ૩૨૦૦ કરોડના ત્રણ આઈપીઓ ખુલશે જેમાં અઢી વર્ષ બાદ ગુજરાતની કેમિકલ પ્રોડકશન કંપની કેમકોન સ્પેશ્યાલીટી મેઈન બોર્ડમાં લીસ્ટીંગ કરાવવા જઈ રહી છે. અગાઉ ૨૦૧૭માં ગુજરાતની ૬ કંપનીઓએ આઈપીઓ યોજયા હતા ત્યારબાદ એકપણ ગુજરાતી કંપની મેઈન બોર્ડ લીસ્ટીંગ કરાવી શકયું ન હતું ત્યારે કંપનીના આઈપીઓ મારફતે રૂ.૩૧૮ કરોડ એકત્રિત કરવાની યોજના હાલ હાથ ધરવામાં આવી છે જેની ઈશ્યુ પ્રાઈઝ ૩૩૮ થી ૩૪૦ વચ્ચેની રહેશે જે આજથી શરૂ થઈ ૨૩ સપ્ટેમ્બર સુધી યોજાશે. એવી જ રીતે એનએસઈની પેટા કંપની કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટ સ્પેશ્યાલીટીનો લાર્જ કેપ રૂ.૨૨૪૪ કરોડનો આઈપીઓ સોમવારથી એટલે કે આજથી શરૂ થવા જઈ રહ્યો છે જે ૨૩ સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીમાંથી એનએસઈ પોતાનો સંપૂર્ણ ૩૭ ટકાનો હિસ્સો વહેંચશે. ટેકનોલોજી આધારીત ફાયનાન્સીયલ ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ પ્રોવાઈડર કંપની છે જે મર્ચ્યુઅલ ફંડ એએયુએમનો ૭૦ ટકા માર્કેટ હિસ્સો ધરાવે છે.
દેશની સૌથી જુની રીટેલ સ્ટોક બ્રોકિંગ કંપની એવી એન્જલ બ્રોકિંગનો પણ ૬૦૦ કરોડનો આઈપીઓ આવી રહ્યો છે ત્યારે ગ્રે માર્કેટમાં એન્જલનું ૧૬ ટકા પ્રિમીયમ બોલાયું છે માર્કેટમાં મજબુત પકડ સાથે એન્જલ બ્રોકિંગ કંપનીઓ ૨.૧૫ મિલીયન ખાતા એટલે કે ૨૦ લાખ જેટલા ખાતા ધરાવે છે ત્યારે એન્જલ બ્રોકિંગનો જે આઈપીઓ આવી રહ્યો છે તે આઈપીઓ ૬૦૦ કરોડ રૂપિયાનું સામે આવ્યું છે જેની ઈસ્યુ પ્રાઈઝ રૂા.૩૦૫ થી ૩૦૬ની રહેશે. એન્જલ બ્રોકિંગનો આઈપીઓ આવતીકાલ એટલે કે ૨૨ સપ્ટેમ્બરે ખુલશે અને ૨૪ સપ્ટેમ્બરના રોજ બંધ થશે. જયારે હાલ ગ્રે-માર્કેટમાં ૩ નાના આઈપીઓ જાણે ધુમ મચાવી રહ્યા છે જેમાં વડોદરાની કેમકોનનું ગ્રે-માર્કેટમાં પ્રિમીયમ ૭૫ ટકા, કેમનું ૨૮ ટકા અને એન્જલનું ૧૬ ટકા પ્રિમીયમ બોલાયું છે આ પૂર્વે એન્જલનું ગ્રે-માર્કેટમાં પ્રિમીયમ ૨૫ ટકા હોવાનું સામે આવ્યું હતું પરંતુ હાલ જે પ્રિમીયમ બોલાયું છે તેમાં ૯ ટકાનો ઘટાડો નોંધાતા અંતે ૧૬ ટકા બોલાવવામાં આવ્યું છે.